બલુચિસ્તાનમાં સ્થિતિ ખરાબ, પાકિસ્તાન રોજ લોકોની હત્યા કરી રહ્યું છે: BHRC
બલુચિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ બળવો વધી રહ્યો છે. બલોચ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના ઉપપ્રમુખ હસન હમદમે ગુરુવારે દાવો કર્યો હતો કે બલુચિસ્તાનમાં ક્યારેય લોકશાહી નથી થઈ.
બલુચિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ બળવો વધી રહ્યો છે. બલોચ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના ઉપપ્રમુખ હસન હમદમે ગુરુવારે દાવો કર્યો હતો કે બલુચિસ્તાનમાં ક્યારેય લોકશાહી નથી થઈ. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં હમદમે કહ્યું કે બલુચિસ્તાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે કારણ કે પાકિસ્તાન દરરોજ લોકોનું અપહરણ કરીને હત્યા કરી રહ્યું છે. બલુચિસ્તાનમાં ક્યારેય લોકશાહી થઈ નથી.

હમદમે વધુમાં જણાવ્યું કે, બલુચિસ્તાન પર સીધા ઇસ્લામાબાદથી પાકિસ્તાની સૈન્ય દ્વારા શાસન છે. કેન્દ્ર સરકાર લોકોનું શોષણ કરે છે અને તેમના સંસાધનો છીનવી લે છે. તેનો ઉપયોગ પાકિસ્તાનના અન્ય ભાગોમાં થાય છે. તેમણે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે પાકિસ્તાને બલોચના લોકો અને તેમના વિકાસની ચિંતા નથી. બલુચિસ્તાનના લોકો રુદન કરી રહ્યા છે કારણ કે તેઓ સંસાધનોમાં સમૃદ્ધ છે, પરંતુ કમનસીબે તેઓ પાકિસ્તાનમાં રહેતા સૌથી ગરીબ લોકો છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં દૂધની કિંમત 140 રૂપિયા પ્રતિ લીટર પહોંચી
તેમણે વધુમાં કહ્યું કે તેમના બાળકો શિક્ષણ મેળવી રહ્યા નથી. તેમની પાસે નોકરી અને પાણી જેવી પાયાની સુવિધા નથી. અહીંના લોકોને સામાન્ય અધિકાર પણ નથી. આ કારણોસર, આ વિસ્તારમાં બળવાખોરો ઝડપથી ફેલાય છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સૈન્ય બલૂચ બૌદ્ધિકો, વિદ્યાર્થીઓ અને લોકોની વિરુદ્ધમાં તેના ધાર્મિક કટ્ટરપંથીનો ઉપયોગ કરી રહી છે. તે બલોચના લોકોને સંદેશ આપવા માંગે છે કે તમે મુસ્લિમ દેશની વિરુદ્ધ છો, જે ઇસ્લામના નામે બનાવવામાં આવ્યું છે. અસલી તસવીર એ છે કે જો તમે પાકિસ્તાન વિરુદ્ધ કંઈપણ બોલો છો, તો તેનો અર્થ એ કે તમે ઇસ્લામ અથવા અન્ય મુસ્લિમોની વિરુદ્ધ છો.
આ પણ વાંચો: Video: લાચાર થયા ઈમરાન, Belly Dance દેખાડી રોકાણકારોને રીઝવવાનો પ્રયાસ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
