સૌથી ખૌફનાક વર્લ્ડ રેકોર્ડ, સાંભળીને જ રૂવાડા ઉભા થઈ જશે
આ દુનિયામાં ઘણા લોકો વર્લ્ડ રેકોર્ડની લ્હાયમાં એવા એવા કામ કરી જતા હોય છે કે સાંભળીને જ રૂવાડા ઉભા થઈ જાય. હાલમાં જ આવો એક વર્લ્ડ રેકોર્ડ સામે આવ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ સાંભળીને વિચારતા રહી જશો.
આજે અમે જે વર્લ્ડ રેકોર્ડ વિશે વાત કરી રહ્યા છીએ તેના વિશે સાંભળીને તમારું મોઢુ ખુલ્લું રહી જશે. આ વર્લ્ડ રેકોર્ડ એક મહિલાએ બનાવ્યો છે અને તેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

અમેરિકામાં રહેતી હિથર હોલીડે એક શાનદાર તલવારબાજ છે અને ઘણીવાર તલવારોથી કરતબો કરે છે. આ વખતે તેણે તલવારોથી એવું એક્રોબેટિક્સ કર્યું છે કે આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. આ મહિલાએ તલવાર મોંમાં રાખીને બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.
ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સ અનુસાર, હિથર હોલીડેએ ટીવી ટેલેન્ટ શો ટેક ધેટ રેકોર્ડમાં આખી 54.4 સેમી લાંબી નિયોન તલવાર પોતાના મોંમાં સમાવી દીધી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ તલવાર સીધી નહિ પણ વાંકી હતી. આ પરાક્રમ જોઈને સ્ટેજ પર હાજર જજ તેમજ ત્યાં હાજર લોકો પણ ચૌકી ગયા.
હીથર હોલીડેએ એક નહીં એક સાથે બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. આટલી લાંબી વળાંકવાળી તલવાર મોંમાં રાખવાનો પહેલો વર્લ્ડ રેકોર્ડ હતો. હિથર આવું કરનાર પ્રથમ વ્યક્તિ છે. આ પહેલા કોઈએ આવું કર્યું નથી. સૌથી મોટી વાત એ છે કે હીથરે આ બધું સુતા સુતા કર્યું છે. આ પહેલા જે લોકોએ આવા સ્ટંટ કર્યા હતા તે તમામ લોકો ઉભા રહીને જ કર્યા હતા.
બીજો વર્લ્ડ રેકોર્ડ હિથર હોલીડેએ નિયોન ટ્યુબથી બનાવ્યો છે. હિથરે આ રેકોર્ડ બનાવવા માટે કાચની નિયોન લાઈટ ટ્યુબનો ઉપયોગ કર્યો. હીથર હોલીડેના આવા અદ્ભુત પરાક્રમોને જોઈને પ્રેક્ષકો આશ્ચર્યચકિત છે અને બિરદાવી રહ્યા છે. હિથર હોલિડેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
