ઈન્સ્ટાગ્રામથી લાખો કમાઈ રહી હતી મોડલ, હવે એ જ ઈન્સ્ટાગ્રામે જીવ લીધો, જાણો કેવી રીતે?
હાલ દુનિયાભરમાં પૂર્વ મિસ ઇક્વાડોર સ્પર્ધક અને મોડલ લેન્ડી પર્રાગા ગોયબુરોની હત્યાની ખુબ ચર્ચા છે. આ હત્યાએ લોકોને ચૌકાવ્યા છે.
2022 મિસ ઇક્વાડોર સ્પર્ધક 23 વર્ષીય લેન્ડી પર્રાગા ગોયબુરોની ગયા અઠવાડિયે ક્વિવેડો શહેરમાં એક રેસ્ટોરન્ટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી.

આ હત્યા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટા પોસ્ટ કરીને અને ઇન્સ્ટાગ્રામ લોકેશન ચાલુ કરવાથી હત્યારાઓને ખબર પડી કે લેન્ડી પર્રાગા ક્યાં છે.
હવે લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે એ જ ઇન્સ્ટાગ્રામ લેન્ડી પર્રાગાના મૃત્યુનું કારણ બન્યું, જેણે રીલ પોસ્ટ કરીને કરોડો રૂપિયા કમાઈ. કેટલાક યુઝર્સે લખ્યું છે કે, જો તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરવાની અને લોકેશન ઓન કરવાની અવગણના કરી હોત તો કદાચ આજે તે જીવિત હોત.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લેન્ડી પર્રાગા ગોયબુરો એક લગ્નમાં હાજરી આપવા માટે ક્વિવેડો શહેરમાં ગઈ હતી. જ્યાં તેની હત્યા કરવામાં આવી. લેન્ડી પર્રાગાનું ડ્રગ સ્મગલર લિએન્ડ્રો નોરેરો સાથે અફેર હતું. લિએન્ડ્રો નોરેરોનું એક વર્ષ પહેલા જેલમાં રમખાણ દરમિયાન મૃત્યુ થયું હતું. ત્યારથી તે ઘણા લોકોની હિટ લિસ્ટમાં હતી.
લેન્ડી પર્રાગા ગોયબુરોની હત્યા માટે સોપારી આપવામાં આવી હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, ભ્રષ્ટાચારની તપાસમાં લેન્ડી પર્રાગા ગોયબુરોનું નામ પણ સામે આવ્યું હતું. જે બાદ તેના ગુના સાથે પણ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું.
રિપોર્ટ અનુસાર, હત્યાની થોડી જ મિનિટો પહેલા લેન્ડી પર્રાગાએ એક રેસ્ટોરન્ટમાં જમતા ફોટો પોસ્ટ કર્યો હતો. આ દરમિયાન ગોયાબુરોએ રેસ્ટોરન્ટમાંથી તેના ફોનનું લોકેશન ચાલુ કરી દીધું હતું અને સોશિયલ મીડિયા પર ફોટા શેર કરવાનું શરૂ કર્યું હતું.
આ પછી આરોપીઓને લોકેશનની ખબર પડી અને તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને લેન્ડી પર્રાગાની ગોળી મારીને હત્યા કરી નાખી.
આ ઘટનાના CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે બે લોકો બંદૂક લઈને રેસ્ટોરન્ટમાં આવે છે અને એક વ્યક્તિ સાથે વાત કરતા જોવા મળે છે. લેન્ડી પર્રાગાને ત્રણ ગોળી વાગી અને તેનું મૃત્યુ થયું.
ટેલિગ્રાફના અહેવાલ મુજબ, પોલીસને લેન્ડી પર્રાગા અને તેના પ્રેમી નોરેરોના ફોનમાંથી ઘણા ફોટા મળ્યા છે, જેનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. લક્ઝરી કાર અને લક્ઝુરિયસ ગિફ્ટના પુરાવા પણ મળ્યા છે.
ધ ન્યૂ યોર્ક પોસ્ટે લખ્યું કે, લેન્ડી પર્રાગા ડિસેમ્બર 2023માં સ્પોટલાઈટમાં આવી જ્યારે નોરેરો અને તેના એકાઉન્ટન્ટ હેલીવ એંગ્યુલો વચ્ચેની ચેટમાં તેનું નામ સામે આવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
