કચરો ઉપાડનારની છોકરી બની બ્યૂટી ક્વિન ફોટા થયા વાયરલ
બેંગકોકની 17 વર્ષની ખાનિત્થા પાસાયેંગને હાલમાં જ મિસ અનસેન્સર્ડ ન્યૂઝ થાઇલેન્ડ 2015ના તાજથી નવાજવામાં આવી છે. ત્યારે આ તાજની નવાજ્યા બાદ ખાનિત્થાની કેટલીક તેવી તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે જે જોઇને તમને પણ તેના માટે માન થશે. આ તસવીરોમાં ખાનિત્થા તેનો તાજ સાથે અને પેન્સિલ હીલ સાથે નીચે નમીને બેંગકોક એક કચરો ઉપાડતી મહિલાના પગે પડી રહી છે.
તમને લાગશે કે એક બ્યૂટી ક્વીન થઇને તેને કેમ એક કચરો ઉઠાવનારી વ્યક્તિના પગે પડી રહી છે? કે પછી તમે વિચારશો કે તે આ મીડિયાનું અટેન્શન મેળવવા માટે આવું કરી રહી છે. પણ તમને જાણીને નવાઇ લાગશે કે આ મહિલા ખાનિત્થાની માં છે. જેણે કચરો વીણી અને કચરો ઉપાડીને તેની છોકરીનું ભરણપોષણ કર્યું છે.
ત્યારે કેવું સંધર્ષમય જીવન રહ્યું છે ખાનિત્થાનું અને કેવી રીતે તેની માંની મહેનતે તેની આજે આ પ્રસિદ્ધ અને સન્માન આપ્યું છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને તમને અમારો આ લેખ કેવા લાગ્યો તે વિષે અમને નીચેના આ કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખીને જણાવશો. તો વાંચો આ ફોટોસ્લાઇડર...

બ્યૂટીક્વીન
પ્રાપ્ત જાણકારી મુજબ મિસ અનસેસર્ડ ન્યૂઝ થાઇલેન્ડ 2015નો ખિતાબ જીતનારી ખાનિત્થા જ્યારે તેના હોમટાઉન પાસાયેંગ પહેંચી ત્યારે સ્લિકના ડ્રેસ, માથે ક્રાઉન અને ઊંચી હિલ સાથે તે તેના માંના પગોમાં પડી તેના આશીર્વાદ લીધા.

આગમન
નોંધનીય છે કે ખાનિત્થા જ્યારે પાસાયેંગ પહોંચી ત્યારે તેનું સ્વાગત ફૂલોથી નહીં પણ કચરા અને ગંદી કચરાપેટીઓની વચ્ચે થયું.

ખાનિત્થા ઉર્ફ મિંટ
ખાનિત્થાનું હુલામણું નામ મિંટ છે. જ્યારે તે પોતાની માતાને મળવા પહોંચી ત્યારે કેટલાય લોકોની ભીડ ત્યાં હાજર હતી. અને તમામ મીડિયાની વચ્ચે પગે પડીને તેની માતાના આશીર્વાદ લીધા અને તેનો આભાર માન્યો.

ઉછેર
નોંધનીય છે કે ખાનિત્થાની માં તેનો ઉછેર આ જ કરી રીતે કચરો વીણી અને લોકોના મેલા ઉઠાવીને કર્યો છે.

ખાનિત્થા
તો બીજી તરફ ખાનિત્થા પણ કદી તેની માતા એક કચરો ઉપાડનારી છે તે વાતને લઇને શર્મ નથી અનુભવી. એટલું જ નહીં હાલ ખાનિત્થાને ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. જે બાદ તેના ઘરની સ્થિતિમાં સુધરો આવશે તેવું લાગી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
