પાકિસ્તાનમાં આતંકી હુમલો, 8 લોકોનાં મોત, 26 ઘાયલ
પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટના કારણે 8 લોકોના મોત થયા છે, આ સાથે 26 લોકો ઘાયલ થયો છે. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં એક પેસેન્જર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કરતા આઠ લોકો માર્યા ગયા અને 26 અન્ય ઘાયલ થયા છે.
ચિલાસમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, બસ ગિલગિટથી રાવલપિંડી જઈ રહી હતી, ત્યારે સાંજે સાડા છ કલાકે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું અને બસ સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી.

ડેપ્યુટી કમિશનર ચિલાસ આરિફ અહેમદે જણાવ્યું હતું કે, હુમલામાં માર્યા ગયેલા આઠ લોકોમાંથી પાંચની ઓળખ અત્યાર સુધી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, 26 અન્ય લોકો ઘાયલ થયા છે, અને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, બસમાં સવાર બે સૈન્ય સૈનિકો પણ મૃતકોમાં સામેલ હતા અને હુમલામાં સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટનો એક જવાન ઘાયલ થયો હતો. મોટાભાગના લોકો કોહિસ્તાન, પેશાવર, ઘીઝર, ચિલાસ, રાઉન્ડુ, સ્કર્દુ, માનસેહરા અને સ્વાબી પ્રદેશોના હતા અને એક કે બે લોકો સિંધના હતા.
હુમલા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. ઘણા લોકોની હાલત ગંભીર છે, અને મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
પોલીસે જણાવ્યું હતું કે, હુમલાની તપાસ શરૂ કરવામાં આવી છે, અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ આ પ્રદેશમાં આતંકવાદીઓ દ્વારા આતંકી હુમલાનો ઈતિહાસ છે.
બંદૂકધારીઓએ 2013માં ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પર્વતારોહકોના કેમ્પિંગ સાઇટ પર હુમલો કર્યો અને નવ વિદેશીઓની હત્યા કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
