ન્યુઝપેપરના રિપોર્ટર અમેરિકામાં બીજા નંબરની સૌથી ખરાબ નોકરી
ન્યુ યોર્ક, 19 એપ્રિલ : આપ એમ માનતા હોવ કે રિપોર્ટરની જોબ એટલે વિશ્વની શ્રેષ્ઠ જોબ્સ પૈકી એક છે તો આપ ભૂલ કરો છો. અમેરિકામાં એક અભ્યાસના રિપોર્ટ મુજબ અખબારમાં રિપોર્ટરની નોકરી બીજા નંબરનું સૌથી ખરાબ નોકરી માનવમાં આવે છે.
આ સર્વેક્ષણ ફર્મ ‘કરિયરકાસ્ટ' દ્વાર કરવામાં આવ્યું છે. તેના અભ્યાસ મુજબ અમેરિકામાં ગણિતજ્ઞની નોકરી સૌથી સારી અને લાકડા ઉદ્યોગમાં મજૂરી સૌથી ખરાબ માનવામાં આવી રહી છે.

રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રિપોર્ટર બનવાનો ક્રેઝ ઝડપથી ઘટ્યો છે અને વર્ષ 2022 સુધી તેમાં ઘટાડો થવાની સંભાવના છે કેમકે ઘણી કંપનીઓ અખબારનું કામ બંધ કરી રહી છે.
આ વર્ષના અભ્યાસમાં સારા અને બિનઆકર્ષક કામની દ્રષ્ટિએ 200 નોકરીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. વર્ગીકરણ પાંચ આધાર પર કરવામાં આવ્યું હતું - શારીરિક શ્રમ, કામનો માહોલ, આવક, દબાણ અને નિયુક્તિની સ્થિતિ.
તેમાં સૌથી ખરાબ નોકરીઓની યાદીમાં જે અન્ય નોકરીઓ રહી તેમાં ટેક્સી ડ્રાઈવર, પ્રસારક, મુખ્ય રસોઈયા, ઉડ્ડયન સહાયક, કચરો ઉઠાવનારા, ફાયર બ્રિગેડ વિભાગ તથા સુધારા અધિકારીનું કામ સામેલ છે.
અધ્યયનમાં કહેવાયું છે કે ગણિતજ્ઞની નોકરી સૌથી સારી નોકરી માનવામાં આવી છે. તેનું ભવિષ્ય સારું છે. તેમાં કહેવાયું છે કે 2014નું વર્ષ પ્રોદ્યોગિક, શિક્ષણ અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં કેરિયરની દ્રષ્ટિએ ઘણું સારું રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
