7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે Valentine Week 2022, જાણો શા માટે પ્રથમ દિવસે ઉજવાય છે રોઝ ડે
આજની નવી પેઢી વેલેન્ટાઈન વીકની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ સપ્તાહ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. રોઝ ડે દર વર્ષે 7મી ફેબ્રુઆરીએ એટલે કે, પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે.
Valentine Week 2022 : આજની નવી પેઢી વેલેન્ટાઈન વીકની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ સપ્તાહ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. રોઝ ડે દર વર્ષે 7મી ફેબ્રુઆરીએ એટલે કે, પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. રોઝ ડે 2022 પહેલા જ બજાર ધમધમવા લાગે છે. લાલ, પીળા, સફેદ અને ગુલાબી ગુલાબ બજારમાં દેખાવા લાગે છે. આવો અમે તમને જણાવીએ કે રોઝ ડે શા માટે ઉજવવામાં આવે છે અને તેની પાછળની કહાની શું છે.

શા માટે ઉજવવામાં આવે છે રોઝ ડે?
રોઝ ડે તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે ખૂબ જ સારો દિવસ માનવામાં આવે છે. રોઝ ડે પર લોકો સામેની વ્યક્તિને ગુલાબ આપીને પોતાની લાગણી વ્યક્ત કરે છે.

રોઝ ડેનો ઇતિહાસ
ગુલાબના ફૂલને વ્યક્તિની ભાવનાઓ વ્યક્ત કરવાનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મુગલ બેગમ નૂરજહાંને લાલ ગુલાબ ખૂબ જ પસંદ હતા.
કહેવાય છે કે, નૂરજહાંનું દિલ ખુશ કરવા માટે તેના પતિ દરરોજ તેના મહેલમાં તાજા ગુલાબ મોકલતા હતા. અન્ય માન્યતા અનુસાર, રાણી વિક્ટોરિયાના સમયમાં,લોકોએ તેમની લાગણીઓને વ્યક્ત કરવા માટે ગુલાબની આપ-લે કરવાની પરંપરા શરૂ કરી હતી. એવું માનવામાં આવે છે કે, વિક્ટોરિયન અને રોમન લોકો પણ તેમનાપ્રેમને ગુલાબથી વ્યક્ત કરતા હતા.

ગુલાબના રંગો પર આપો ધ્યાન
જો તમે પણ પહેલીવાર રોઝ ડે પર મનપસંદ વ્યક્તિને ગુલાબ આપવાનું વિચારી રહ્યા છો, તો ઉલ્લેખીય છે કે, ગુલાબના અલગ-અલગ રંગોના અલગ-અલગ અર્થ હોયછે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ગુલાબનો રંગ શું છે, તેનો અર્થ શું છે -

કોને કયા રંગનું ફૂલ આપવું?
લાલ ગુલાબ (Red Rose) : પ્રેમ, જુસ્સો અને લાગણીઓ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. લાલ ગુલાબની ખાસિયત એ છે કે, તેને આપીને તમે સામેનીવ્યક્તિને એ અહેસાસ કરાવો છો કે, તમે તેમને કેટલો પ્રેમ કરો છો.
પીળો ગુલાબ (Yellow Rose) : પીળા ગુલાબને મિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે તમારા મિત્રોને કહેવા માંગતા હોવ કે તમે તેમને પ્રેમ કરો છો તો તમેતેમને પીળા ગુલાબ આપી શકો છો. પીળો રંગ સુખ અને સારા સ્વાસ્થ્યનું પણ પ્રતીક છે.
સફેદ ગુલાબ (White Rose) : સફેદ ગુલાબ ત્યારે આપવામાં આવે છે, જ્યારે તમે કોઈની સાથે ઘણી લડાઈ કરી હોય, પરંતુ હવે તમે બધું ભૂલીને તમારા સંબંધનેનવી રીતે શરૂ કરવા માંગો છો. આ સિવાય સફેદ ગુલાબને શાંતિનું પ્રતીક પણ માનવામાં આવે છે.
પિંક રોઝ (Pink Rose) : વેલેન્ટાઈન ડે માત્ર કપલ્સ માટે જ નથી. તમે તેને તમારા માતા-પિતા સાથે પણ ઉજવી શકો છો. આવી સ્થિતિમાં તમે રોઝ ડે પર તેમનેગુલાબી ગુલાબ આપી શકો છો. ગુલાબી ગુલાબ કોઈને આભાર કહેવા માટે આપવામાં આવે છે.
નારંગી ગુલાબ (Orange Rose) : ગુલાબનો આ રંગ જુસ્સાનું પ્રતિક છે. તે ઉત્સાહ, ઇચ્છા દર્શાવે છે. યુગલો તેમના પ્રેમમાં જુસ્સો અને ઉત્સાહ લાવવાના પ્રતીકતરીકે નારંગી ગુલાબ આપી શકે છે.

વેલેન્ટાઈન ડેની સ્ટોરી શું છે?
વેલેન્ટાઈનનો ઉલ્લેખ 'ઓરિયા ઓફ જેકોબસ ડી વરાગીન' પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં રોમના એક સંતના નામ પર ઉજવવામાં આવે છે,જેનું નામ વેલેન્ટાઈન હતું.
કહેવાય છે કે, સંત વેલેન્ટાઈન આખી દુનિયામાં પ્રેમ વધતો જોવા માંગતા હતા, પરંતુ રોમના રાજા સમ્રાટ ક્લાઉડિયસને આ વાત બિલકુલપસંદ ન હતી.
ક્લાઉડિયસને લાગ્યું કે, રોમનો તેમની પત્નીઓ અને પરિવારો પ્રત્યેના મજબૂત જોડાણને કારણે સૈન્યમાં પ્રવેશ મેળવતા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
