ફિલીપાઇન્સમાં પંજાબના શીખ દંપતીની ગોળી મારીને કરાઇ હત્યા, સીસીટીવીમાં કેદ થઇ ઘટના
ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં શનિવારે (25 માર્ચ)ના રોજ પંજાબના એક શીખ દંપતીની એક અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જેની માહિતી આજે સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુખવિંદર સિંહ (41) અને તેની પત્ની કિરણદીપ કૌર (33)ની તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંને પંજાબના જલંધર જિલ્લાના ગોરૈયાના રહેવાસી હતા.

શીખ દંપતીની ગોળી મારી હત્યા
શીખ દંપતી પર ગોળીબારની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં, સુખવિન્દર શનિવારે રાત્રે કામ પરથી પરત ફર્યા બાદ તરત જ એક અજાણ્યો વ્યક્તિ મૃતક દંપતીના ઘરમાં પ્રવેશતો દેખાય છે. કિરણદીપ પર બે ગોળી મારતા પહેલા હુમલાખોરને સુખવિંદર પર અનેક ગોળી મારતો જોઈ શકાય છે. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, સુખવિંદર 19 વર્ષ પહેલા ફિલિપાઈન્સમાં સ્થાયી થયો હતો અને ફાઈનાન્સનો ધંધો કરતો હતો. તેણે ત્રણ વર્ષ પહેલા કિરણદીપ સાથે લગ્ન કર્યા હતા અને તે પાંચ મહિના પહેલા મનીલા રહેવા ગઈ હતી. સુખવિંદરના મોટા ભાઈ લખવીર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, "રવિવારથી અમે તેને વારંવાર ફોન કરી રહ્યા છીએ, પરંતુ તે જવાબ આપતો ન હતો." તે પછી મેં મારા કાકાને તેમના ઘરે આવવા કહ્યું, જ્યાં તેમણે મારા ભાઈ અને તેની પત્નીને લોહીથી લથબથ થયેલા જોવા મળે છે."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
