severe turbulence : દિલ્હી-સિડની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્વેયર ટર્બુલન્સ, ઘણા મુસાફરો ઘાયલ
severe turbulence : દિલ્હી-સિડની એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર ઘણા મુસાફરો મંગળવારના રોજ ફ્લાઇટ દરમિયાન હવામાં સર્વેયર ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ઘણા મુસાફરો ઘાયલ થયા હતા. સિડની એરપોર્ટ પર પહોંચ્યા બાદ ડૉક્ટર્સ દ્વારા સારવાર કરવામાં આવી હતી. જોકે, કોઇપણ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી ન હતી.

એએનઆઈના અહેવાલ મુજબ મંગળવારના રોજ દિલ્હી-સિડની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર કેટલાક મુસાફરોને severe turbulence ને કારણે ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને સિડની એરપોર્ટ પર પહોંચતા જ તબીબી સહાય મળી હતી. કોઈ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા.
ડીજીસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બાદ 7 મુસાફરોને નાની-મોટી મચકોડ આવી હતી. એર ઈન્ડિયાના કેબિન ક્રૂએ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડૉક્ટર અને નર્સની મદદથી ઘાયલ મુસાફરોને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી.
આવી જ એક ઘટનામાં, ગયા વર્ષે મે મહિનામાં મુંબઈ-દુર્ગાપુર સ્પાઈસજેટની ફ્લાઈટને તેના ઉતરાણ દરમિયાન સર્વિયર ટર્બુલન્સ નો સામનો કરવો પડ્યો, ત્યારે 12 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. સર્વિયર ટર્બુલન્સ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોમાંથી એકનું ઘણા મહિનાઓ પછી અવસાન થયું હતું. 48 વર્ષીય અકબર અંસારી સપ્ટેમ્બર 2022 માં ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા તે પહેલા એક મહિના માટે વેન્ટિલેટર સપોર્ટ પર હતા.
યુએસમાં ન્યુ ઇંગ્લેન્ડ પર એક ખાનગી જેટ સર્વિયર ટર્બુલન્સ નો શિકાર બન્યું હતું, જેના કારણે એક મુસાફરનું મૃત્યુ થયું હતું અને આ વર્ષની શરૂઆતમાં માર્ચમાં એરક્રાફ્ટને કનેક્ટિકટના અન્ય એરપોર્ટ તરફ વાળવાની ફરજ પડી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
