Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રીલંકાના 8 બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 290ને પાર, એરપોર્ટ પાસેથી મળ્યો વધુ એક બોમ્બ

શ્રીલંકાના 8 બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 290ને પાર, એરપોર્ટ પાસેથી મળ્યો વધુ એક બોમ્બ

શ્રીલંકામાં થયેલ અત્યાર સુધીના સૌથી ખતરનાક સીરિયલ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 290ને પાર પહોંચી ગઈ છે. રવિવારે ઈસ્ટરના અવસરે ચર્ચ અને હોટલ સહિત 8 જગ્યાએ સીરિયલ બ્લાસ્ટ થયા હતા. હુમલામાં 450થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં કેટલાય લોકોની હાલત ગંભીર છે. સીરિયલ બ્લસ્ટની તપાસ કરી રહેલ શ્રીલંકાઈ પોલીસે અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરી લીધી છે. બીજી બાજુ સોમવારે સવારે કોલંબો એરપોર્ટ પાસેથી એક જીવંત બોમ્બ મળી આવ્યો છે. જેને સુરક્ષાબળોએ ડિફ્યૂઝ કરી દીધો. હુમલામાં 4 ભારતીયોનું મૃત્યુ થયું છે. રવિવારે રાત સુધીમાં મૃતકોની સંખ્યા 215 હતી.

sri lanka

હુમલા બાદ અફવાઓથી બચવા માટે શ્રીલંકામાં સોશિયલ મીડિયા પર રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આખા દેશમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું હતું. સવારે 6 વાગ્યે કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યું. ગૃહયુદ્ધ બાદ ગત 10 વર્ષથી શાંત રહેતો આ દ્વીપીય દેશ રવિવારે સીરિયલ બ્લાસ્ટની તહસનહસ થઈ ગયો. મોટાભાગના બ્લાસ્ટ રાજધાની કોલંબોણાં થયા.

આ હુમલા પર ભારત પણ નજર બનાવીને બેઠું છે. પીએમ મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેના અને પ્રધાનમંત્રી રાનિક વિક્રમસિંઘે સાથે ફોન પર વાત કરી અને આતંકવાદી હુમલાને ક્રૂર અને સુનિયોજિત હુમલો ગણાવ્યો. પીએમ મોદીએ કાલે જ કહી દીધું હતું કે ભીષણ હુમલો ઝેલી રહેલ પાડોસી દેશ સાથે મજબૂતીથી ઉભા હેશે. પીએમ મોદીએ શ્રીલંકાને દરેક સંભવ મદદ આપવાની વાત પણ કહી છે. હુમલામાં ચાર ભારતીય, પીએસ રજીના, લક્ષ્મી, નારાયણ ચંદ્રશેખર અને રમેશનું મૃત્યુ થયું. બીજી તરફ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ કહ્યું કે સમગ્ર મામલામાં નજર રાખવામાં આવી રહી છે.

sri lanka

શ્રીલંકાઈ પોલીસ પ્રવક્તા રૂવાન ગુણસેકરાએ કહ્યું કે નેશનલ હોસ્પિટલમાં 66 મૃતદેહ પહોંચ્યા છે. અહીં 260 ઘાયલોનો ઈલાજ થઈ રહ્યો છે. જ્યારે નેંગોંબો હોસ્પિટલમાં 104 મૃતદેહ પહોંચ્યા છે. લગભગ 100 ઘાયલોનો ઉપચાર થઈ રહ્યો છે. નેશનલ હોસ્પિટલના નિદેશક અનિલ જાસિઘે કહ્યું કે મૃતકોમાં 11 વિદેશી નાગરિક છે, જેમાં પોલેન્ડ, ડેનમાર્ક, ચીન, જાપાન, પાકિસ્તાન, અમેરિકા, ભારત, મોરક્કો અને બાંગ્લાદેશના લોકો સામેલ છે. 9 લાપતા અને 25 મૃતકોની ઓળખ નથી થઈ શકી. હાલ 19 વિદેશી નાગરિકોનો વિવિધ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

રવિવારે સવારે 8.30 વાગ્યે કોલંબો સ્થિત કોચ્ચિકાડેના સેંટ એન્થની ચર્ચમાં પહેલો ધમાકો થયો. ચર્ચમાં હજારો લોકો ઈસ્ટરની પ્રાર્થના સભા માટે એકઠા થયા હતા. જે બાદ પાંચ અન્ય ભયાનક વિસ્ફોટ થયા, જેના દ્વારા ત્રણ આલિશાન અને અહીંથી 30 કિમી દૂર નેગોમ્બોના સેન્ટ સેબેસ્તિયન ચર્ચ અને કોલોમ્બોથી પૂર્વ 250 કિમી દૂર બટ્ટીકલોવામાં સ્થિત જિયોન ચર્ચને ટાર્ગેટ બનાવવામાં આવ્યું.

અમુક કલાકો બાદ બપોરે કોલંબોમાં દહિવાલા પ્રાણીસંગ્રહાલય પાસેના એક રેસ્ટોરાં નજીક વધુ એક વિસ્ફોત થયો, જેમાં 2 લોકો મૃત્યુ પામ્યા. જે બાદ કોલંબોના પાડોસી દેમાટોગોડામાં થયેલ વિસ્ફોટમાં વધુ ત્રણ લોકોના મૃત્યુ થયાં. કુલ 8 બ્લાસ્ટમાં 290 લોકોના મૃત્યુ થયાં હોવાના અહેવાલ મળ્યા છે. હજુ સુધી કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. તપાસ કરી રહેલ પોલીસે એક સંગઠન પર શક જતાવ્યો છે. શ્રીલંકાના પોલીસ પ્રમુખ પુજુથ જયસુંદરાએ 10 દિવસ પહેલા એલર્ટ પણ જાહેર કર્યું હતું કે આત્મઘાતી હુમલાવરોએ પ્રમુખ કૈથોલિક ચર્ચોને નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાએ લોકોને શાંતિ બનાવી રાખવા અને વિસ્ફોટની તેજીથી તપાસ કરવામ માટે અધિકારીઓને સહયોગ આપવા અનુરોધ કર્યો છે. સિરિસેનાએ કહ્યું કે આ ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી છું. આ જઘન્ય કૃત્યો પાછળ ષડયંત્રની માહિતી મેળવવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે દેશવાસીઓને શાંત રહેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.

આ પણ વાંચો- શ્રીલંકામાં 8મોં ધમાકો, મરનારની સંખ્યા વધીને 158 જેટલી થઇ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X