અમેરિકન મીડિયામાં છવાયા મોદી, વાંચો કયા છાપાએ શું લખ્યું...
ન્યૂયોર્ક, 28 સપ્ટેમ્બર: ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપ્યા બાદ અમેરિકન સમાચાર પત્રોએ લખ્યું છે કે એક સમયે અમેરિકા આવવા માટે પ્રતિબંધિત મોદી હાલના સમયે અમેરિકામાં છવાઇ ગયા છે.
એક મુખ્ય અખબારે લખ્યું છે કે શા માટે આંતરરાષ્ટ્રી રોકાણકારોને મોદીના નેતૃત્વમાં ભારતમાં રોકાણ કરવા માટે આગળ આવવું જોઇએ. મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં ભારતને આતંકવાદ સામેના સંઘર્ષમાં ભાગીદાર ગણાવ્યું.
ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, મોદીએ શનિવારે ચરમપંથી જૂથોની વિરુદ્ધ પોતાના દેશના સંઘર્ષને દુનિયાની સામે મૂક્યું અને ચરમપંથિઓને આશ્રય આપનાર રાષ્ટ્રોની કડક શબ્દોમાં ટીકા પણ કરી.
ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, 'મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સાથે સહયોગ કરવાનો સંકેત આપ્યો. તેમણે આતંકવાદ સામે લડવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવાની વાત કરી અને રાજનૈતિક પ્રતીકના મહત્વને સમજવાનો સંકેત પણ આપ્યો.'

ફોર્ચ્યૂન મેગેઝિને લખ્યું છે કે મોદીને કારોબાર અનુકૂળ નીતિયો માટે ઓળખવામાં આવે છે અને સમૃદ્ધ ભારત માટે વિદેશી રોકાણકારોને ભારત આમંત્રિત કરવાના તેમના પ્રયાસોને જોતા રોકાણકારોને ભારતમાં રોકાણ માટે આગળ આવવું જોઇએ.
ફોર્ચ્યુને લખ્યુ છે કે 'આધુનિકતા અને મુક્ત બજાર વિકાસના ક્ષેત્રમાં ભારત અવકાશ સ્પર્શી રહ્યું છે.'
એક સમાચાર પત્રએ પોતાના તંત્રી લેખમાં લખ્યું છે કે સીનેટ વિદેશ સંબંધ સમિતિના સભ્ય રુબિયોએ જણાવ્યું કે એ સત્ય છે કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને તેને મૂડીગત કરવું જોઇએ.
ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર મોદી અને તેમના સમર્થકો માટે આ સમય અમેરિકામાં ભારતીય પ્રવાસી બોર્ડના સભ્યોની સાથે સંપર્ક સ્થાપિત કરવાની દ્રષ્ટિથી પણ મહત્વપૂર્ણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
