પુતિન પર હુમલા બાદ રશિયાની યુક્રેનમાં તબાહી, 16 લોકોના મોત
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નિવાસ સ્થાન ક્રેમલિન પેલેસ પર હુમલો થયા બાદ હવે રશિયાએ યુક્રેનમાં આતંક મચાવ્યો છે. પુતિનના નિવાસસ્થાન પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. જો કે આ હુમલો નિષ્ફળ બનાવી દેવાયો હતો.
રાષ્ટ્રપતિ પુતિન પર કથિત ડ્રોન હુમલા બાદ જવાબમાં રશિયાએ યુક્રેન પર હવાઈ હુમલા તેજ કર્યા છે. યુક્રેનના દક્ષિણી ખેરસન વિસ્તારમાં રશિયન હુમલામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ ખેરસનમાં કર્ફ્યુ લાગુ કરી દેવાયો છે. આ કર્ફ્યુ શુક્રવાર સુધી રહેશે.

પુતિન પર હુમલા માટે રશિયાએ યુક્રેનને જવાબદાર ઠેરવતા યુદ્ધના મેદાનમાં તણાવ વધ્યો છે. જો કે યુક્રેને આ હુમલા પાછળ પોતે જવાબદાર ન હોવાનું જણાવ્યુ છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયા આતંકવાદી હુમલાની તૈયારી કરી રહ્યું છે.
ક્રેમલિન પર યુક્રેનના કથિત હુમલાના સમાચાર મળ્યા બાદ ફિનલેન્ડે યુક્રેનને મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ફિનલેન્ડે કહ્યું છે કે તે યુક્રેનને ફાઈટર જેટ નહીં આપે. આ પહેલા ફિનલેન્ડે યુક્રેનને ફાઈટર જેટ આપવાનું વચન આપ્યું હતું.
ઘટનાને લઈને અમેરિકા દ્વારા પણ સત્તાવાર નિવેદન જારી કરાયુ છે. અમેરિકાએ કહ્યું છે કે તે આ હુમલામાં રશિયા દ્વારા કરવામાં આવેલા દાવાઓની તપાસ કરી રહ્યા છે. અમેરિકાએ કહ્યું કે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું ખરેખર આ હુમલામાં પુતિનને મારવાનો પ્રયાસ થયો હતો?
બીજી તરફ અહેવાલો છે કે, પુતિને હુમલા બાદ તરત જ ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. આ બેઠકમાં યુક્રેનને જડબાતોડ જવાબ આપવા પર ચર્ચા થઈ હતી. બીજી તરફ એ પણ અહેવાલો આવી રહ્યા છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન તેમના ઘરમાં બનેલા બંકરમાંથી જ તમામ કામકાજ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
