સર્જીકલ સ્ટ્રાઇક પર ભારતને મળ્યો રશિયાનો સાથ
રશિયાએ ભારત તરફથી પાક અધિક્રુત કાશ્મીરમાં કરાયેલ સર્જીકલ સ્ટ્રાઇકનું સમર્થન કર્યુ છે. ભારતમાં રશિયાના ઉચ્ચાયુક્ત એલેક્ઝાંડર કદાદિને જણાવ્યું કે રશિયા જ એક એવો દેશ છે જેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઉરી હુમલામાં આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા. એક ટીવી ચેનલને આપેલા ઇંટરવ્યૂમાં રાજદૂત કદાદિને જણાવ્યું કે પાક સીમા પારનો આતંકવાદ રોકે. સીમા પારથી ફેલાવાઇ રહેલા આતંકવાદ સામે ભારતની લડાઇમાં રશિયાએ હંમેશા સાથ આપ્યો છે.

કદાદિએ જણાવ્યું કે રશિયા ભારતના સર્જીકલ સ્ટ્રાઇકનું સ્વાગત કરે છે. દરેક દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. જ્યારે આતંકવાદીઓ સૈન્ય છાવણીઓ અને નાગરિકો પર હુમલો કરે છે ત્યારે એ માનવાધિકારોનું સૌથી મોટું હનન છે. હાલમાં જ પાક અને રશિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસ પર કદાદિને કહ્યું કે તેનાથી ચિંતિત થવાની જરૂર નથી. ઇંટરવ્યૂમાં કદાદિને કહ્યું કે પાક સાથે કરાયેલ અભ્યાસની થીમ આતંકવાદ વિરુદ્ધની લડાઇ હતી.
તેમણે જણાવ્યું કે અમે ભારતના પક્ષમાં છીએ કે આપણે પાકને એ શીખવાડીએ કે તે ભારત વિરુદ્ધ થઇ રહેલા આતંકવાદી હુમલા દરમિયાન પોતાનો ઉપયોગ થતો રોકે. પાક અધિક્રુત ભારતીય રાજ્ય જમ્મૂ-કાશ્મીરમાં નથી થયો અભ્યાસ તેમણે જણાવ્યું કે પાક સાથે રશિયાની સેનાનો સંયુક્ત અભ્યાસ ગિલગિટ-બાલ્ટિસ્તાન અથવા તો " પાક અધિક્રુત ભારતીય રાજ્ય જમ્મૂ કાશ્મીર" જેવા કોઇ સંવેદનશીલ કે તણાવગ્રસ્ત સ્થળ પર થયો નથી.
ઇંટરવ્યૂ દરમિયાન જાન્યુઆરીમાં થયેલા પંજાબ સ્થિત પઠાણકોટમાં વાયુસેનાના બેઝ કેમ્પ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા કદાદિને જણાવ્યું કે " પઠાણકોટ હુમલા દરમિયાન અમે લાઇન ઑફ કંટ્રોલ પાસે આતંકવાદી હુમલાઓ અંગે ચિંતિત હતા. અમે ભારતના એ તથ્યને લઇને પણ ચિંતિત છીએ કે ઉરીમાં આતંકવાદી હુમલો પાકિસ્તાની વિસ્તારમાંથી થયો છે."
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ







Click it and Unblock the Notifications
