PM મોદીની પુતિન સુધી પહોંચથી યુક્રેન પર પરમાણુ હુમલાનુ જોખમ ટળ્યુ, અમેરિકી રિપોર્ટમાં દાવો
Russia-Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ ફેબ્રુઆરી 2022માં હિંસક રીતે યુદ્ધ શરૂ કર્યું અને યુક્રેન પર વિનાશ વેર્યો. આ સમયગાળા દરમિયાન વિશ્વભરના દેશો રશિયાની વિરુદ્ધ ઉભા હતા, જો કે, આ દરમિયાન ભારતે શું કર્યું તે હવે બહાર આવ્યું છે.
આ રિપોર્ટ પછી દેશનો કોઈપણ નાગરિક કહી શકે છે કે ભારત 'વર્લ્ડ લીડર' બનવાના માર્ગ પર છે. વાસ્તવમાં, યુએસ પ્રમુખ બાઈડેનના વહીવટમાં બે ટોચના અધિકારીઓને ટાંકીને, સીએનએને તેના એક અહેવાલમાં દાવો કર્યો છે કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સુધી પહોંચથી યુક્રેન પર 'પરમાણુ હુમલો' ટાળવામાં મદદ મળી છે.

સીએનએનના એક અહેવાલમાં શનિવારે જણાવવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહોંચ અને વિવિધ દેશો દ્વારા રાજદ્વારી પ્રયાસોએ રશિયાને યુક્રેન પર "સંભવિત પરમાણુ હુમલા"થી રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
બે વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, રશિયા યુક્રેન પર પરમાણુ હુમલા માટે ''આકરી તૈયારી" કરી રહ્યું હતું કારણ કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દળોને યુદ્ધના મેદાનમાં "એક પછી એક ઝટકા" નો સામનો કરવો પડ્યો હતો.
અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદી અને ઘણા વૈશ્વિક નેતાઓની સક્રિયતાના કારણે પરમાણુ યુદ્ધ ટાળી શકાયું છે. અમેરિકી અધિકારીઓને ટાંકીને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદી અને ચીન જેવા દેશોના હસ્તક્ષેપને કારણે પુતિને 2022માં યુક્રેન પર પરમાણુ મિસાઈલથી હુમલો કરવાની પોતાની યોજના છોડી દીધી હતી.
સીએનએન અહેવાલ મુજબ "યુએસ અધિકારીઓનું કહેવું છે કે ચીનના નેતા શી જિનપિંગ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આઉટરીચ અને જાહેર નિવેદનોએ સંકટ ટાળવામાં મદદ કરી."
2022ના અંતમાં રિપોર્ટમાં રશિયાના આ પગલાનો ખુલાસો થયો હતો. યુક્રેનિયન દળોએ દક્ષિણમાં રશિયન હસ્તકના ખેરસનમાં આગળ વધ્યા અને તમામ રશિયન દળોને ઘેરી લીધા, યુએસ વહીવટમાં એવી ધારણા હતી કે પરિસ્થિતિ પરમાણુ શસ્ત્રોના ઉપયોગ માટે સંભવિત ટ્રિગર બની શકે છે. આ પછી અમેરિકાએ ભારત સહિત ગ્લોબલ સાઉથના અન્ય દેશો પાસેથી મદદ માંગી.
વરિષ્ઠ વહીવટી અધિકારીએ કહ્યું કે, અમેરિકાની વિનંતી બાદ ભારત અને ચીન સહિત અન્ય દેશોએ રશિયાનો સંપર્ક કર્યો અને દબાણ વધાર્યું. વરિષ્ઠ અધિકારીએ સીએનએનને જણાવ્યું હતું કે, "અમે જે કર્યું તેમાંથી એક તેમને સીધો સંદેશો મોકલવાનુ માત્ર નહોતુ પરંતુ ભારપૂર્વક વિનંતી કરવી, દબાણ કરવું, અન્ય દેશોને તે જ કરવા માટે પ્રોત્સાહિત કરવા જેમના પ્રત્યે તે વધુ ધ્યાન આપી શકતા હતા."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
