યુક્રેન પર હુમલો કરવાની તૈયારીમાં છે રશિયાઃ નાટો
યુક્રેન પર હુમલો કરવાની તૈયારીમાં છે રશિયાઃ નાટો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે નાટો તરફથી કહેવામાં આવ્યું કે રશિયા યુક્રેન વિરુદ્ધ પૂર્ણ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જેને પગલે નાટો યુક્રેનની રાજધાની કીવથી પોતાના અધિકારીઓનું લવીવ ટ્રાંસફર કરી રહ્યું છે જે પશ્ચિમ યુક્રેનમાં આવેલ છે, કેટલાક અધિકારીઓને બ્રૂસેલ્સ શિફ્ટ કરી રહ્યા છે જેથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. નાટોના એક અધિકારીએ જણાવ્યું કે અમારા લોકોની સુરક્ષા અમારા માટે મહત્વનું છે, જેથી આ લોકોને લવીવ અને બ્રૂસેલ્સ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેટલાય પશ્ચિમી દેશોએ પોતાના ડિપ્લોમેટ્સને કીવથી લવીવ ટ્રાંસફર કરી દીધા છે. જણાવી દઈએ કે બ્રૂસેલ્સમાં નાટોનું હેડક્વાર્ટર છે.

નાટોના મુખિયા જેંસ સ્ટૉલ્ટેનબર્ગે કહ્યું કે તમામ ઈશારા જણાવે છે કે રશિયા યુક્રેન સામે સંપર્ણ હુમલાની તૈયારી કરી રહ્યું છે. અમે બધા એ વાત પર સહમત છીએ કે હુમલાનું જોખમ બહુ વધુ છે. જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું એ વાતને લઈ આશ્વસ્ત છું કે રશિયા એક અઠવાડિયામાં યૂક્રેન પર હુમલો કરી શકે છે. જણાવી દઈએ કે યુક્રેન નાટોનું સભ્ય નથી, એવામાં નાટોની કોઈ સેના અહીં નથી.
અગાઉ સ્ટૉલ્ટેનબર્ગે કહ્યું હતું કે રશિયા હુમલાથી યુક્રેનની રક્ષા માટે નાટો ગઠબંધન યુક્રેનમાં કોઈ સેના તહેનાત નહીં કરે. પરંતુ હવે નાટોએ યુક્રેનના પાડોસી દેશોમાં પોતાની સેના મોકલી દીધી છે, જેઓ નાટોના સભ્યો છે. સ્ટૉલ્ટેનબર્ગે કહ્યું કે નાટો સભ્ય દેશ રૂસી હુમલાનો જવાબ આપશે. જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઘટાડવા માટે કેટલાય દેશોએ સતત શાંતિપૂર્ણ વાતચીત અને કૂટનૈતિક રસ્તેથી ઉકેલ કાઢવાની વાત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
