રશિયા-યુક્રેન યુદ્ધઃ દુનિયાને ધમકાવનાર પુતિનના ઘરમાં 'વિરોધ', કસ્ટડીમાં લેવાયા 1700થી વધુ રશિયન લોકો
યુક્રેન પર હુમલો કરીને રશિયા પોતાના ઘરમાં જ ઘેરાતુ જોવા મળી રહ્યુ છે.
મૉસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી શરુ કરી દીધી ત્યારબાદ રશિયાએ યુક્રેન પર તાબડબોડ મિસાઈલોથી હુમલો શરુ કરી દીધો. રશિયાના હુમલા બાદ યુક્રેનને મોટુ નુકશાન સહન કરવુ પડ્યુ છે. રશિયાની સેના દાવો કરી રહી છે કે તેણે 11 એરબેઝ સાથે યુક્રેનની 83 સૈન્ય છાવણીઓને નષ્ટ કરી દીધી છે. આ યુદ્ધ બાદ એક તરફ જ્યાં નાટો સહિત દુનિયાના તમામ દેશોએ રશિયા સામે મોરચો ખોલીને પ્રતિબંધોનુ એલાન કર્યુ છે ત્યાં બીજી તરફ હવે યુક્રેન પર હુમલો કરીને રશિયા પોતાના ઘરમાં જ ઘેરાતુ જોવા મળી રહ્યુ છે કારણકે યુદ્ધના વિરોધમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે જેના પર કાર્યવાહી કરીને 1700 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

રશિયાની રાજધાની મૉસ્કો સહિત ઘણા શહેરોમાં યુક્રેન પર સૈન્ય કાર્યવાહી સામે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. માહિતી મુજહ મૉસ્કોની કાર્યવાહીનો વિરોધ કરનારા 1700થી વધુ લોકોને રશિયાની પોલિસે કસ્ટડીમાં લીધા છે. ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ મુજબ લગભગ 1000 લોકો ગુરુવારે પૂર્વ શાહી રાજધાની સેન્ટ પીટ્સબર્ગમાં એકઠા થયા. જ્યારે હજારો લોકો સેન્ટર મૉસ્કોમાં પુશ્કિન સ્કવેર પાસે એકસાથે આવ્યા. પુશ્કિમ ચોકમાં પ્રદર્શનકારીઓએ 'નો ટુ વૉર'ના નારા પણ લગાવ્યા. મૉસ્કોમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારી એકઠા થઈને હુમલાનો વિરોધ કરી રહ્યા હતા. જેની સામે કાર્યવાહી કરીને રશિયાની પોલિસે 1700 પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લઈ લીધા. એટલુ જ નહિ રશિયાના અધિકારીઓએ યુક્રેન માટે સહાનુભૂતિ ધરાવતા લોકોને પ્રદર્શન ના કરવાની ચેતવણી આપી છે.
રિપોર્ટ મુજબ ગુરુવારે શરુ થયેલ યુક્રેન પર રશિયાના હુમલામાં અત્યાર સુધી 137 લોકોના મોતના સમાચાર છે. આ સાથે 350થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. હુમલાની શરુઆત રશિયાની સેના તરફથી શહેરો અને મુખ્ય સરકારી અને સૈન્ય છાવણીઓ પર મિસાઈલ હુમલાથી કરવામાં આવી હતી. યુક્રેનની રાજધાની કીવમાં હજારો લોકોએ મેટ્રો સ્ટેશનોમાં શરણ લીધી છે. બીજી તરફ હજારો નાગરિકો યુક્રેનથી ભાગી ગયા છે અને પડોશી દેશોમાં મોટાભાગના મોલ્ડોવા અને રોમાનિયાને પાર કરી ગયા છે. તમને જણાવી દઈએ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે પોતાના પગલાંનો બચાવ કરીને કહ્યુ કે જો બીજા દેશો આમાં હસ્તક્ષેપ કરવાની કોશિશ કરશે તો તેને તેમને એવા પરિણામોનો સામનો કરવો પડશે જે તેમણે પહેલા ક્યારેય નહિ જોયા હોય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
