અમેરિકાના NSA બોલ્યા- 20 વર્ષમાં ચીને દુનિયાને 5 મહામારી આપી, હવે તેણે અટકવું પડશે
અમેરિકાના NSA બોલ્યા- 20 વર્ષમાં ચીને દુનિયાને 5 મહામારી આપી, હવે તેણે અટકવું પડશે
વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવ્યુ છે. તેમણે કહ્યું કે ચીને પાછલા 20 વર્ષમાં દુનિયાને પાંચ પ્લેગ આપ્યા છે અને હજી તેણે ક્યાંક અટકવું પડશે. અમેરિકામાં કોવિડ-19ના કારણે 80,000 લકોના મોત થયા છે અને 14 લાખ લોકો આનાથી સંક્રમિત થયા છે. જો આખી દુનિયાની વાત કરીએ તો અત્યાર સુધી 2,50,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

બ્રાયન માત્ર ચાર મહામારીનું નામ જણાવી શક્યા
મંગળવારે વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેમણે ચીન પર પ્રહાર કર્યો. બ્રાયને કહ્યું કે દુનિયાભરમાં હવે લોકો ચીનની સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું હતું કે હવે લોકો ચીનથી આવનારા આ પ્લેગ્સને સહન ના કરી શકે. પછી તે લેબથી આવ્યો હોય કે માર્કેટથી કે બીજે ક્યાંકથી પણ આ કોઈ સારો જવાબ નથી. તેમણે કહ્યું કે 'અમને ખબર છે કે આ વુહાનથી આવ્યો છે અને મને લાગે છે કે પરિસ્થિતિની અનુકૂળ જે પ્રમાણ છે તેનાથી સાફ છે કે આ કાં તો લેબથી આવ્યો છે કાં તો માર્કેટથી. પરંતુ જો ચીનથી વાયરસ આવ્યો છે તો આ જવાબ સમજમાં નથી આવતો.' બ્રાયને કહ્યું કે પાછલા 20 વર્ષમાં ચીનથી દુનિયામાં પાંચ પ્લેગ આવ્યા, સાર્સ, એવિયન ફ્લૂ, સ્વાઈન ફ્લૂ અને હવે કોવિડ-19.
કોઈ નથી જાણતું કે ચીનના કારણે આવી રીતે સાર્વજનિક સ્વાસ્થ્ય પર ક્યાં સુધી ખતરો પેદા થતો રહેશે. જો કે બ્રાયને પાંચમા પ્લેગનું નામ જણાવ્યું નથી જે ચીનથી આવ્યો. તેમનું કહેવું હતું કે હવે આના પર લગામ લાગવી જોઈએ. બ્રાયન મુજબ અમેરિકાએ ચીનને હેલ્થ પ્રોફેશનલ્સની મદદ કરાની રજૂઆત કરી હતી. પરંતુ તેમણે આનાી ના પાડી દીધી.












Click it and Unblock the Notifications
