નિવૃત્તિ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે : અભ્યાસ
લંડન, 17 મે : લાંબા સમય સુધી કાર્ય કરો અને સ્વસ્થ રહો. આ નવો હેલ્થ મંત્ર તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસ બાદ જાણવા મળ્યો છે. એનક નવા અભ્યાસના તારણમાં એવું જણાવવામાં આવ્યું છે કે નિવૃત્તિ વ્યક્તિના માનસિક અને શારીરિક બંને પ્રકારના સ્વાસ્થ્ય પર સમય જતા ગંભીર અસર કરે છે.

નિવૃત્તિ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે : અભ્યાસ
ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇકોનોમિક અફેર્સ અને ધ એજ એન્ડેવર ફેલોશિપ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે નિવૃત્તિ બાદ ટૂંકા ગાળામાં તમારા સ્વાસ્થ્ય પર નજીવી અથવા સામાન્ય અસર પડે છે. અભ્યાસ જણાવે છે કે મધ્યમથી લાંબો સમયગાળો પસાર થાય ત્યાર બાદ પ્રવૃત્ત નહીં રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર મોટા અને નુકસાનકારક ફેરફાર થાય છે.

નિવૃત્તિ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે : અભ્યાસ
અભ્યાસમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે સરકારે લોકો લાંબા સમય સુધી કામ કરી શકે તેની વ્યવસ્થા ગોઠવવી જોઇએ. આ સાથે સરકારે પેન્શનની વય મર્યાદામાં પણ વધારો કરવો જોઇએ.

નિવૃત્તિ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે : અભ્યાસ
આ અભ્યાસનું નામ "વર્ક લોન્ગર, લાઇવ હેલ્ધીયર : ધ રિલેશનશિપ બિટ્વીનઇકોનોમિક એક્ટિવિટી, હેલ્થ એન્ડ ગવર્નમેન્ટ પોલિસી"માં જણાવ્યા અનુસાર નિવૃત્તિમાં ઘટાડાથી વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય આકલનમાં 40 ટકા જેવો ફાયદો અનુભવાય છે. વહેલી નિવૃત્તિને કારણે 40 ટકા લોકોમાં ડિપ્રેશન અને 60 ટકા લોકોમાં શારીરિક સ્થિતિનું એક ડાયગ્નોસ્ટિક કરાવવું પડે એવી શક્યતાઓ રહે છે.

નિવૃત્તિ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે : અભ્યાસ
આ મુદ્દે ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇકોનોમિક અફેર્સના એડિટોરિયલ અને પ્રોગ્રામ ડાયરેક્ટર ફિલિપ બૂથ જણાવે છે કે "હવે લોકોનો એક સામાન્ય મત ઉભો થયો છે કે સરકારે પેન્સનની વય મર્યાદામાં વધારો કરવો જોઇએ. સરકારે પણ આ દિશામાં મક્કમ પગલાં ભરવા જોઇએ અને લેબર માર્કેટનું નિયંત્રણ હળવું બનાવવું જોઇએ. લાંબા સમય સુધી કામ કરતા રહેવું એ આર્થિક જરૂરિયાતની સાથે લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવન આપવામાં પણ મદદરૂપ બને છે."

નિવૃત્તિ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે : અભ્યાસ
છેલ્લા 50 વર્ષોમાં બ્રિટનમાં વધુ વયની વ્યક્તિઓના રોજગારી દરમાં ખાસ્સો ઘટાડો નોંધવામાં આવ્યો છે. 60થી 64 વર્ષની વયના કાર્યરત વ્યક્તિઓનો દર 80 ટકાથી ઘટીને 50 ટકા પર આવી પહોંચ્યો છે. જ્યારે 65થી 69 વર્ષની વયે કામ કરતી વ્યક્તિનો દર 30 ટકાથી ઘટીને 15 ટકા પર આવી પહોંચ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
