ટાઇમ પર્સન ઓફ ધ યર: માઇલી સામે માઇલેજ મેળવી શકશે મોદી?
ન્યૂ યોર્ક, 27 નવેમ્બર: ટાઇમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર ટાઇટલ માટે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઓનલાઇન પોલમાં ત્રીજા નંબર પર સરી ગયા છે. તેમને પોપ ગાયિકા માઇલી સાયરસ અને અમેરિકન ગુપ્તચર પ્રોગ્રામ 'પ્રિઝમ'નો પર્દાફાસ કરનારા એડવર્ડ સ્નોડેન તરફથી જોરદાર ટક્કર મળી રહી છે. ઓનલાઇન પોલમાં મોદી પર હાલમાં માઇલી અને સ્નોડેન ભારી પડી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે આ સૂચિમાં નરેન્દ્ર મોદી જ એક માત્ર ભારતીય છે.
27 નવેમ્બર સુધીના પોલ રિઝલ્ટમાં સાઇરસ 29 ટકા વોટ સાથે નંબર વન પર છે, જ્યારે એડવર્ડ સ્નોડેન 13.9 ટકા સાથે બીજા સ્થાને અને નરેન્દ્ર મોદી 13.4
ટકા વોટ સાથે ત્રીજા સ્થાને ચાલી રહ્યા છે. ચોથા નંબર પર સીરિયાના રાષ્ટ્રપતિ બસ અલ અસદ અને પાંચમાં નંબર પર 7.3 ટકા વોટની સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન ચાલી રહ્યા છે. પહેલા દિવસની વાત કરીએ તો ઓનલાઇન પોલમાં 25 ટકા એટલે કે 2650 વોટ મળ્યા હતા, ત્યારે નરેન્દ્ર મોદી ટોપ પોજિશન પર હતા, પરંતુ બે દિવસમાં સ્થિતિ બદલાઇ ગઇ છે.
ટાઇમ પર્સન ઓફ ધ યર માટે ઓનલાઇન વોટિંગ 4 ડિસેમ્બર સુધી જારી રહેશે. આના આધારે વિજેતાએ ચૂંટણી 6 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ટાઇમના સંપાદક પર્સન ઓફ ધ યરની પસંદગી કરશે અને આની જાહેરાત 11 ડિસેમ્બરના રોજ થશે.

મોદી અંગે ટાઇમે જણાવ્યું કે વિવાદાસ્પદ હિન્દુ રાષ્ટ્રવાદી અને ભારતીય રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી ભારતની સત્તારૂઢ પાર્ટી કોંગ્રેસને ઉખાડી ફેંકવા માટે સંભવિત ઉમેદવાર છે. આ સૂચિમાં સામેલ કરવામાં આવેલ નરેન્દ્ર મોદી એકમાત્ર ભારતીય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
