શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ PMના નિવાસસ્થાને આગ લગાવી, 13 જુલાઈએ રાજીનામું આપશે!
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરૂ બન્યું છે, જેના કારણે ત્યાંના લોકો વિદ્રોહ પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન શનિવારે ફરીથી ત્યાં વિરોધ કરનારાઓ ઉગ્ર બની ગયા છે.
નવી દિલ્હી, 10 જુલાઇ : ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરૂ બન્યું છે, જેના કારણે ત્યાંના લોકો વિદ્રોહ પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન શનિવારે ફરીથી ત્યાં વિરોધ કરનારાઓ ઉગ્ર બની ગયા છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં ભીષણ હિંસા થઈ હતી. શનિવારે સવારે ટોળાએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. આ પછી પીએમ રાનિલ વિક્રમસિંઘે તેમના નિશાના પર આવ્યા અને તેમના ઘરે તોડફોડ કરી હતી.

શ્રીલંકાના મીડિયા અનુસાર, પીએમ વિક્રમસિંઘેના ખાનગી આવાસની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે રોકાયા નહીં. આ પછી ટોળાએ પીએમના ઘરની તોડફોડ કરી તેમને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન સુરક્ષા જવાનોએ ભીડ પર ટીયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો. હાલમાં પણ આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે.
ટોળાએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યા પછી, સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધએ તમામ પક્ષોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ નેતાઓએ રાષ્ટ્રપતિ અને પીએમના રાજીનામાની શરત મૂકી હતી. આ પછી રાનિલ વિક્રમસિંઘેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ પ્રદર્શનકારીઓ હજુ પણ શાંત નથી. શ્રીલંકા ન્યૂઝવાયર અનુસાર, શ્રીલંકાના રાષ્ટ્રપતિ 13 જુલાઈએ રાજીનામું આપશે. સ્પીકરના હવાલાથી આ સમાચાર આવ્યા છે.
શનિવારે સાંજે શ્રીલંકાના કેબિનેટ મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ બંધુલા ગુણવર્દને, હરિન ફર્નાન્ડો અને માનુષા નાનાયકારાએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિના મીડિયા વિભાગના વડા સુદેવ હેટ્ટિયારાચીએ પણ રાજીનામું આપ્યું હતું.
વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરવાનું ચાલુ રાખ્યું છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. સાથે જ અંદરો અંદર તોડફોડ કરી રહ્યા છે. આ સિવાય ઘણા વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પુલમાં ન્હાતા જોવા મળ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
