ત્રીજા મુકાબલામાં રોમનીને ભારે પડ્યા ઓબામા

મતદાનથી ઠીક 15 દિવસ પહેલા થયેલાં આ મુકાબલામાં ઓબામાએ એમ કહીને રોમની પર હુમલો કર્યો કે તેમના પ્રતિસ્પર્ધી 1980ના દશકની વિદેશ નીતિઓ, 1950 દશકની સામાજિક નીતિઓ અને 1920ના દશકની આર્થિક નીતિઓ લાવવા માંગે છે.
સોમવારે રાત્રે ફ્લોરિડાના બોકા રેટનની લિન યુનિવર્સિટીમાં વિદેશ નીતિ પર થયેલી ચર્ચા બાદ કરવામાં આવેલા તત્કાલિન સર્વેમાં ઓબામાને 40 ટકાની સામે 48 ટકાથી વિજયી ધોષિત કરવામાં આવ્યા છે.
પરંતુ હવે એ જોવાનું છે કે ત્રીજી ચર્ચાની જીત વ્હાઇટ હાઉસની દોડમાં ઓબામા માટે કેટલી અસરકારક સાબિત થઇ શકે છે, કારણ કે તાજેતરના સર્વે અનુસાર ઓબામા ઓહિયો જેવા મહત્વપૂર્ણ ચૂંટણી રાજ્યોમાં ઘણા ઓછા અંતરથી આગળ છે.
તાજેતરના સર્વેએ વોશિંગટન પોસ્ટ-એબીસી ન્યૂઝના નવા સર્વેના વલણની સ્પષ્ટતા કરી છે,જેમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સ્તર પર સંભવિત મતદાતાઓમાં હજુ પણ એ અનિશ્ચિતતાની સ્થિતિ જોવા મળી રહી છે કે ઓબામાને જ્યાં 49 ટકા મતદાતાઓને સમર્થન કરે છે ત્યાં રોમનીના સમર્થકોની સંખ્યા પણ 48 ટકા છે.
સોમવારની ચર્ચા દરમિયાન રોમની, ઓબામા પ્રશાસનના મોટા ભાગના પગલાંઓનું સમર્થન કરતા જોવા મળ્યા. જેમ કે અફઘાનિસ્તાનમાંથી પરત ફરવું, સીરિયામાં ગૃહ યુદ્ધ અને ઇરાનને પરમાણું હથિયાર હાંસલ કરતા રોકવા જેવા પગલાઓ.
રોમનીએ ઓસામા બિન લાદેન અને અલકાયદાના અન્ય સરગનાઓને મોતને ઘાટ ઉતારવાના ઓબામાના પ્રયાસોની પ્રશંસા કરી, પરંતુ તેમણે કહ્યું કે આપણે આપણા રસ્તાના આ પ્રકારના અવરોધોને દૂર કરી શકતા નથી. રોમનીએ તેના બદલે મધ્ય પૂર્વ હિંસદ ચરમવાદ પર અંકુશ લગાવવા માટે એક વ્યાપક રણનીત પર દબાણ કર્યું હતું.
રોમનીએ કહ્યું, 'મહત્વની વાત એ છે કે મુસ્લિમ જગત જાતે જ ચરમવાદને ખારીજ કરી દે.' આ સાથે રોમનીએ આર્થિક વિકાસ, સારું શિક્ષણ, લિંગ સમાનતાને વધારો આપતી અમેરિકન નીતિઓ અને સંસ્થાઓને સુસજ્જ કરવાનો પ્રસ્તાવ કર્યો.
રોમનીએ એ વાત પર પણ સહમતિ દર્શાવી ક અફઘાનિસ્તાનમાં સંઘર્ષ સફળ રહ્યાં છે અને અમેરિકા 2014 સુધીમાં અફઘાનિસ્તાનના દળોને જવાબદારી સોંપવાના વિચાર પર છે, પરંતુ સચેત કર્યા હતા કે પાકિસ્તાનમાં જે કંઇ થઇ રહ્યુ છે તેની અસર અફધાનિસ્તાનની સફળતા પર એક મોટી અસર થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
