હમાસ પર ખતરનાક પલટવારની તૈયારી, ઈઝરાયેલમાં ઈમરજન્સીની જાહેરાત
આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઈઝરાયેલમાં ઈમરજન્સીની જાહેરાત કરાઈ છે. ઈઝરાયેલી સેનાએ ઓપરેશન લોંચ કર્યુ છે ત્યારે સુરક્ષામંત્રીનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.
ઇઝરાયેલમાં હમાસના આતંકીઓની હિંસામાં ઈઝરાયેલી સેનાએ ગાઝામાં પર હુમલા તેજ કર્યા છે. ઇઝરાયેલની બચાવ સેવા અનુસાર, હમાસના હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા છે 500થી વધુ ઘાયલ થયા છે.

હુમલાને લઈને ઈઝરાયેલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન-ગવિરે શનિવારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી. ઈઝરાયેલના તમામ શહેરોમાં ઈમરજન્સી લગાવાઈ છે અને રાજધાની તેલ અવીવ સહિત ઘણા વિસ્તારો સુમસાન જોવા મળી રહ્યા છે.
પેલેસ્ટિનિયન સંગઠન હમાસના હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હમાસને આ કૃત્યની ભારે કિંમત ચૂકવવી પડશે.
અહેવાલો અનુસાર, હમાસે દાવો કર્યો છે કે તેણે 35 થી વધુ ઇઝરાયેલ સૈનિકોની અટકાયત કરી છે અને ગાઝા પટ્ટી આસપાસના સાત વિસ્તારોમાં અથડામણ ચાલુ છે. આ દરમિયાન ઈરાન અને કતરે હમાસને સમર્થન જાહેર કર્યું છે.
કતરના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, પેલેસ્ટિનિયન લોકો વિરુદ્ધ વધી રહેલી હિંસા માટે એકલું ઈઝરાયેલ જવાબદાર છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનીના સલાહકારે ઈઝરાયેલ પર પેલેસ્ટાઈનના હુમલાનું સમર્થન કર્યું છે.
અહેવાલો અનુસાર, રહીમ સફવીએ કહ્યું છે કે, અમે પેલેસ્ટિનિયન લડવૈયાઓને અભિનંદન આપીએ છીએ. અમે પેલેસ્ટાઈન અને જેરુસલેમની આઝાદી સુધી પેલેસ્ટિનિયન લડવૈયાઓની સાથે ઉભા રહીશું.
હમાસે આ ઓપરેશનને અલ-અક્સા ફ્લડ નામ આપ્યું છે. બીજી તરફ ઇઝરાયેલની સેનાએ હમાસ વિરુદ્ધ ઓપરેશન આયર્ન સ્વોર્ડ શરૂ કર્યું છે. હમાસના મિલિટરી કમાન્ડર મોહમ્મદ ડેઇફે કહ્યું કે, આ હુમલો ઇઝરાયેલ દ્વારા જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદની અપવિત્રતાનો બદલો છે. સેના હમાસની જગ્યાઓ પર હુમલો કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
