બેબી મોશેને મળ્યા PM મોદી, મોશેએ કહ્યું I love India
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઇઝરાયેલની 3 દિવસની મુલાકાતે છે. આ પ્રસંગે તે 26/11 મુંબઇ આંતકી હુમલાના સાક્ષી બેબી મોશેને મળ્યા હતા. મોશેને તેની આયાએ આ હુમલામાં બચાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇઝરાયેલમાં બેબી મોશેને મળ્યા હતા. 26/11 મુંબઇ હુમલાના સાક્ષી તેવો બેબી મોશે હવે 11 વર્ષનો યુવક થઇ ગયો છે. પીએમ મોદીને મળીને મોશે કહ્યું કે તે પીએમ મોદી અને તમામ ભારતીયોને પ્રેમ કરે છે. એટલું જ નહીં તેણે હિન્દીમાં પીએમ મોદીને કહ્યું કે હું ઇચ્છું છું કે મને તમારા આશીર્વાદ મળે અને આશા રાખું છું કે તમે લાંબા સમય સુધી ભારતના પ્રધાનમંત્રી બન્યા રહો. તો બીજી તરફ બેબી મોશેને મળ્યા પછી પીએમ મોદી મોશે અને તેના પરિવારને ભારત આવવા આમંત્રિત કર્યા છે. સાથે જ તેમણે મોશેના પરિવાર માટે લાંબા ગાળાના વીઝાની વ્યવસ્થા કરવાની વાત પણ કહી હતી. ત્યારે મોશે દ્વારા વાંચવામાં આવેલા આ કાર્ડ પછી હાજર તમામ લોકોએ તાળીના ગડગડાટ સાથે તેને વધાવી લીધો હતો. જુઓ મોશેનો આ વીડિયો.
#WATCH: Dear Mr Modi, I love you and your people in India says Moshe Holtzberg the now 11-year-old survivor of the 26/11 attacks pic.twitter.com/QCebzkvL0T
— ANI (@ANI_news) July 5, 2017
ઉલ્લેખનીય છે કે જ્યારે મોશે બે વર્ષ હતો ત્યારે તે 26/11ના મુંબઇના આંતકી હુમલાનો સાક્ષી બન્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ત્રણ દિવસની ઇઝરાયેલની મુલાકાતે છે. ત્યારે પીએમ મોદીએ બેબી મોશે હોલ્જબર્ગ અને તેની કેરટેકર સેન્ડ્રાને મળવા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. જે બાદ મોશેના દાદાએ ખુશી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે બેબી મોશે તે જ બાળક છે જે મુંબઇ અટેક વખતે નરિમન પોઇન્ટ ખાતે ચબાદ હાઉસ ખાતે તેના માતા-પિતા અને તેની આયા સાથે રહેતું હતું. આંતકી હુમલામાં બાળકે તેના માતા-પિતા ગુમાવ્યા હતા.

પણ તેની આયાની ચપળતાના કારણે તેની આયા અને બેબી મોશે બન્ને બચી ગયા અને તેમના દાદા-દાદી સાથે હુમલા પછી ઇઝરાયેલ પરત ફર્યા. હાલ બેબી મોશે 10 વર્ષોનો થઇ ગયો છે. અને હુમલા વખતે મોશે ખાલી 2 વર્ષનો જ હતો. જો કે મોશેને આ અટેક વિષે ભાગ્યે જ યાદ છે. પણ તેની આયાએ આ આંતકી હુમલો નજરે જોયો છે. અને તેની ચપળતાના કારણે જ બેબી મોશેનો જીવ તે બચાવી શકી હતી. ઉલ્લેખનીય છે કે 2008માં થયેલા મુંબઇ હુમલામાં 170થી વધુ લોકોની મોત થઇ હતી. ત્યારે 26/11ના આ હુમલાના પીડિત તેવા મોશે અને તેની આયાને પીએમ તેમની આ મુલાકાત દરમિયાન મળશે.
PM Modi meets Moshe Holtzberg, the now 11-year-old survivor of the 26/11 attacks, in Jerusalem; PM Modi asks him to visit India with family pic.twitter.com/2NPD6sjwiH
— ANI (@ANI_news) July 5, 2017
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
