હવે ભારત પર થયો આતંકી હુમલો તો નહીં બચે પાકિસ્તાન!
વોશિંગ્ટન, 6 ફેબ્રુઆરી: જો પાકિસ્તાને હવે ભારત પર કોઇ આતંકવાદી હુમલો કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર સેના આતંકીઓને પાકિસ્તાનની અંદર ખદેડવા માટે તૈયાર છે, એક પૂર્વ અમેરિકન રાજદૂતે કંઇ આ પ્રકારના સંકેત આપ્યા છે. માત્ર આટલું જ નહીં આ અમેરિકન રાજદૂતની માનીએ તો પાકિસ્તાનને અત્યાર સુધી એ વાતનો અહેસાસ થઇ ગયો હશે કે ભારત તેના વ્યવહારને કોઇપણ રીતે સાખી નહી લે.
દબાણમાં નહીં આવે મોદી
ભારતમાં અમેરિકન રાજદૂત રહેલા રોબર્ટ બ્લેકવિલે કાઉંસિલ ઓફ ફોરેન રિલેશંસ દરમિયાન આ વાતો જણાવી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં જ્યારે સંસદ પર હુમલો થયો ત્યારથી જ દરેક ભારતીય વડાપ્રધાન પાકિસ્તાનની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી વાળા વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કર્યો પરંતુ કોઇને કોઇ દબાણમાં પોતાના પગલા પાછા ખેંચી લીધા. હવે ભારતની આંતરીક સ્થિતિ ઘણી બદલાઇ ગઇ છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વ્યક્તિ નથી કે આવા મામલામાં પોતાના પગલા પાછા ખેંચે.

તેમણે જણાવ્યું કે જો ભારત પર હવે પાક તરફથી એવો કોઇ હુમલો થયો જેને પાકિસ્તાન સેના અને આઇએસઆઇ તરફથી કરવામાં આવ્યો હોય, તો વડાપ્રધાન મોદી પાક સીમાની અંદર સુધી સૈન્ય કાર્યવાહી માટે મજબૂર થઇ જશે. બ્લેકવિલ ભારત અને સાઉથ એશિયા સાથે જોડાયેલ દરેક મામલા પર નજીકથી નજર રાખે છે.
તેમણે એ વાતની જાણકારી આપી કે મોદી પહેલા જે પણ વડાપ્રધાન હતા તેમણે ભારતીય સેના તરફથી આ પ્રકારના વિકલ્પો અંગે જણાવવામાં આવ્યું હશે. જ્યારે મોદી એક એવા વડાપ્રધાન તરીકે છે જે વ્યક્તિગત તરીકે અને ભારતીયોની સંવેદનાઓની સાથે જ રાજનૈતિક સંવેદનાને પણ ધ્યાનમાં રાખશે. આ વાતને ધ્યાનમાં રાખીને તે સેનાનો પ્રયોગ કરી શકે છે.

બ્લૈકવિલની માનીએ તો બંને દેશોની વચ્ચે કોઇપણ પ્રકારના ન્યૂક્લિયર વોરની સ્થિતિ પેદા ના થાય, તે વાતની કોશીશ થશે. એવામાં પાકને હવે એ વાત સમજી લેવી પડશે કે તેના પાડોશીનું વર્તન એકદમ બદલાઇ ચૂક્યું છે. અને ભારતમાં એક એવા વડાપ્રધાન છે જે જવાબ આપવાની હિંમત ધરાવે છે.
જ્યારે સ્ટીફન કોહેન તો બ્રુકિંગ ઇસ્ટિટ્યૂટમાં ફોરેન પોલિસી પર રિસર્ચ કરી રહ્યા છે, તેઓ પણ એ વાતથી સહેમત છે કે વડાપ્રધાન મોદી પાકને કોઇપણ આતંકવાદી હુમલા બાદ સેનાઓને કાર્યવાહી કરવાનો આદેશ આપવાથી પાછળ નહી હટે.
તેમણે જણાવ્યું કે મુંબઇ હુમલા બાદ ભારતમાં લોકોની સંવેદનાઓ પાકિસ્તાનની વિરુદ્ધ છે અને આ પ્રકારનો કોઇ હુમલો લગભગ પાકિસ્તાન માટે મોટી મુશ્કેલી બનીને આવશે.

સપ્ટેમ્બર 2014માં જ્યારે વડાપ્રધાન મોદીએ પહેલીવાર અમેરિકન યાત્રા પર ગયા તા ત્યારે તેમની સાથે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોવાલ પણ હતા. મોદી તો પરત આવી ગયા હતા પરંતુ ડોવાલ થોડા દિવસ ત્યાં જ રોકાયા હતા. વિશેષજ્ઞોની માનીએ તો ડોવાલ અમેરિકન અધિકારીઓને મળ્યા અને ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
જે દિવસથી ડોવાલે દેશના નવા એનએસએની જવાબદારી સંભાળી છે. ત્યારથી જ એ વાતના અણસાર આવી ગયા હતા કે ભારત પીઓકેમાં મુઝફ્ફરાબાદ સ્થિત લશ્કર-એ-તૈયબાના હેડક્વાર્ટર અને અત્રે પર ચાલી રહેલ લગભગ 400 ટેરરિસ્ટ કેમ્પને ખતમ કરવા માટે પગલા ભરી શકે છે. મુઝફ્ફરાબાદમાં હંમેશા હાફિઝ સઇદને જોવામાં આવે છે બની શકે છે કે ભારત કોઇ મોટું પગલુ ભરી લે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
