Pics: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પેરિસમાં ભવ્ય સ્વાગત
નવી દિલ્હી, 10 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે આઠ દિવસના વિદેશ પ્રવાસ માટે રવાના થઇ ગયા છે. વડાપ્રધાન પોતાની આ વિદેશ યાત્રા દરમિયાન ફ્રાંસ, જર્મની અને કેનેડાની યાત્રા કરશે. ગુરુવારે મોટી સાંજે નરેન્દ્ર મોદી ફ્રાંસ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્રે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલાન્દે અને અન્ય બિઝનેસ લીડરો સાથે મુલાકાત કરશે. હોલાંદે સાથેની મુલાકાતમાં સિવિલ પરમાણુ, રક્ષા અને વ્યાપારનો મુદ્દો મહત્વનો રહેશે. મોદીની ફ્રાંસ યાત્રાનું સૌથી મોટુ આકર્ષણ એ રહવાનું છે કે તેઓ અત્રે પણ ચાય પે ચર્ચાની તર્જ પર હોલાન્દેની સાથે 'નાવ પે ચર્ચા' કરવાના છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્રે પ્રથમ વિશ્વયુદ્ધના મેમોરિયલની મુલાકાત પણ લેશે. અને ફ્રાંસ તરફથી યુદ્ધમાં શહીદ થયેલા 10,000 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.
વડાપ્રધાન મોદી પેરિસ પહોંચી ચૂક્યા છે, ત્યાં તેમનું કેવી રીતે સ્વાગત કરવામાં આવ્યું આવો જોઇએ તસવીરોમાં...

ફ્રાંસ પહોંચ્યા મોદી
પેરિસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા ભારતીય સમુદાયના લોકો આવી પહોંચ્યા હતા.

એરપોર્ટ પર મોદીનું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પેરિસ પહોંચ્યા ત્યારે ભારતીય મૂળના લોકોએ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

પેરિસ એરપોર્ટ પર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી સાંજે પેરિસ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

એરપોર્ટ પર મોદીનું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી સાંજે પેરિસ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું પ્રોટોકોલ હેઠળ સ્વાગત કરવામાં આવ્યું હતું.

પેરિસ એરપોર્ટ પર મોદી
પેરિસ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફ્રાંસના રમતમંત્રીએ સ્વાગત કર્યું હતું.

પેરિસ એરપોર્ટ પર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી સાંજે પેરિસ એરપોર્ટ પર આવી પહોંચ્યા. મોદી અત્રે ત્રણ દિવસ સુધી રોકાશે.

મોદી અને ભારતીય નાગરીકો
પેરિસ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય નાગરિકોએ આ રીતે સ્વાગત કર્યું હતું.

મોદી પહોંચ્યા પેરિસ
નરેન્દ્ર મોદી પેરિસ આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ ફ્રાંસ અને ભારતના રાષ્ટ્રધ્વજને હાથમાં લઇને મોદીનું સ્વાગત કર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
