પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા રશિયા, થયુ ભવ્ય સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસ પર રશિયા પહોંચ્યા છે. રશિયાના પ્રવાસ પર પ્રધાનમંત્રી આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસ પર રશિયા પહોંચ્યા છે. રશિયાના પ્રવાસ પર પ્રધાનમંત્રી આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત કરશે. પીએમ મોદી આજે સવારે 4.30 વાગે રશિયાના શર વ્લાદિવોસ્તોક પહોંચ્યા જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત થયુ. પીએમ મોદી રશિયામાં પાંચમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ ઉપરાંત પીએમ મોદી 20માં ભારત-રશિયા વાર્ષિક સમિટમાં પણ ભાગ લેશે અને રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

pm modi

પરસ્પર સંબંધ વધુ મજબૂત થશે

રશિયાના પ્રવાસ પર રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યુ કે તે પરસ્પર હિતોના ક્ષેત્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ વિશે પોતાના દોસ્ત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત માટે ઉત્સુક છે. તેમણે કહ્યુ કે બંને દેશોની ઈચ્છા છે કે પરસ્પર સંબંધ વધુ સશક્ત બને. રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને પાંચમાં ઈસ્ટર્ન ઈકોનૉમિક ફોરમમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે. દ્વિપત્રીય મુલાકાત દરમિયાન ભારત-રશિયા તમામ મહત્વના મુદ્દાઓ પર વાત કરી શકે છે.

વિદેશ સચિવે આપી માહિતી

પીએમના પ્રવાસ વિશે મીડિયાને માહિતી આપતા વિદેશ સચિવ ગોખલેએ કહ્યુ કે મોદીના પ્રવાસ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ કે ચેન્નઈથઈ વ્લાદિસ્તોકને જોડવા માટે સમુદ્રી માર્ગ ચાલુ કરવાની સંભાવના પણ શોધવામાં આવશે કારણકે આનાથી આર્કટિક માર્ગ દ્વારા યુરોપ પણ જોડાઈ શકે છે. ગોખલેએ સહયોગના નવા ક્ષેત્રો વિશે માહિતી આપતા કહ્યુ કે રશિયાને કુશળ શ્રમશક્તિ મોકલવાની સંભાવના શોધવા ઉપરાંત ભારત કૃષિ ક્ષેત્રમાં પણ સહયોગ જોઈ રહ્યો છે. તેમણે એક સવાલના જવાબમાં કહ્યુ કે રશિયા કાશ્મીર મુદ્દે અને સીમા પાર આતંકવાદ અંગેની ચિંતાઓ પર ભારતનું પૂરુ સમર્થન કરે છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રીએ પરમાણુ ઉર્જા અને અર્થવ્યવસ્થાના અન્ય ક્ષેત્રોની રક્ષાથી પરે રશિયા સાથે સંબંધોને વ્યાપર બનાવવા પર જોર આપ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X