પુતિનની ભારત મુલાકાત બાદ PM મોદીએ ટ્રમ્પ સાથે કરી વાતચીત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા
PM Modi Trump conversation: PM નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગુરુવારે ટેલિફોન પર વાતચીત થઈ હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના તાજેતરના ભારત પ્રવાસની પૃષ્ઠભૂમિમાં આ વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બંને નેતાઓએ ભારત-અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી અને દ્વિપક્ષીય સહયોગ સતત મજબૂત થવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
મોદી અને ટ્રમ્પ વચ્ચે શું વાત થઈ?
PM મોદીએ 'X' (ટ્વીટર) પર એક પોસ્ટ શેર કરીને આ વાતચીતની માહિતી આપી હતી.
Had a very warm and engaging conversation with President Trump. We reviewed the progress in our bilateral relations and discussed regional and international developments. India and the U.S. will continue to work together for global peace, stability and prosperity.…
— Narendra Modi (@narendramodi) December 11, 2025
"રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને સાર્થક વાતચીત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને સાથે જ પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર પણ વિચાર-વિમર્શ કર્યો. ભારત અને અમેરિકા વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મળીને કામ કરવાનું ચાલુ રાખશે."
બંને નેતાઓએ બદલાતા ભૌગોલિક-રાજકીય પરિદૃશ્યમાં (Geo-Political Scenario) ઊભા થતા પડકારોનો સામનો કરવા અને સમાન હિતોને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવા પર સહમતિ દર્શાવી હતી.
સત્તાવાર નિવેદન મુજબ, વાતચીત દરમિયાન દ્વિપક્ષીય વેપાર વધારવાના માર્ગો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી, ઊર્જા, સંરક્ષણ, સુરક્ષા અને 21મી સદીના ભારત-અમેરિકા કોમ્પેક્ટ હેઠળ સહયોગ વિસ્તારવા પર પણ ચર્ચા થઈ હતી.
પુતિન સાથેની તસવીર પર અમેરિકી સંસદમાં હોબાળો
ટ્રમ્પ અને PM મોદીની આ વાતચીત રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેના PM મોદીના તાજેતરના દ્વિ-દિવસીય ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલન બાદ થઈ છે.
ખાસ વાત એ છે કે, પુતિન અને PM મોદીની એકસાથે કારપૂલિંગની તસવીર પર અમેરિકન કોંગ્રેસમાં ભારે ચર્ચા અને આલોચના થઈ હતી. પ્રતિનિધિ સિડની કામલેગર-ડવે આ તસવીરનો ઉલ્લેખ કરીને ટ્રમ્પ પ્રશાસનની ભારત પ્રત્યેની વિદેશ નીતિ પર સીધો હુમલો કર્યો હતો.
સાંસદ ડવે કહ્યું હતું કે, "આ ફોટો હજારો શબ્દો બરાબર છે. ટ્રમ્પ સરકારની ભારત નીતિને માત્ર એટલું જ કહી શકાય કે તેમણે 'પોતાનું નાક કાપીને પોતાનું જ નુકસાન કર્યું છે'." તેમના મતે, ટ્રમ્પની દબાણભરી રાજનીતિએ ભારત-અમેરિકાના સંબંધોને નબળા પાડ્યા છે, અને મોદી-પુતિનની આ તસવીર તે કૂટનીતિક નુકસાનને દર્શાવે છે.
વ્યાપાર તણાવ યથાવત
ધ્યાન આપવા જેવી બાબત એ પણ છે કે, રશિયન તેલ આયાત અને વ્યાપક વેપાર તણાવ વચ્ચે ટ્રમ્પે ઓગસ્ટ 2025માં મોટા ભાગની ભારતીય નિકાસો પર 50% ટેરિફ લાદ્યો હતો. આ ટેરિફના વિવાદને કારણે, તાજેતરમાં ભારત આવેલા અમેરિકી વેપાર પ્રતિનિધિમંડળની ચર્ચાઓમાં ઓછી પ્રગતિ થઈ છે, જેનાથી બંને દેશોના વેપાર સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે.
આ સંજોગોમાં, પુતિનના સફળ પ્રવાસ અને અમેરિકી સંસદની આલોચના બાદ ટ્રમ્પ દ્વારા PM મોદી સાથેની આ ફોન પરની વાતચીત કૂટનીતિક દૃષ્ટિકોણથી ઘણી મહત્વની માનવામાં આવે છે.
-
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
