PM મોદીએ કરી ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાતચીત, ઘણા મુદ્દાઓ પર ચર્ચા
PM મોદીએ ઑસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મૉરિસન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. જેમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
નવી દિલ્લીઃ કોરોના મહામારી અને અફઘાન સંકટ વચ્ચે ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે પહોંચ્યા. ત્યાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રમાં ભાગ લેશે. તે પહેલા તેમણે ઑસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મૉરિસન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. જેમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. બંને દેશોની આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે કારણકે ભારત અને ઑસ્ટ્રેલિયાનો લાંબા સમયથી ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે. ઘણી વાર ઑસ્ટ્રેલિયા ભારતનો સાથ આપવાનુ આશ્વાસન પણ આપી ચૂક્યા છે.

જો કે પીએમ મોદી ત્રણ દિવસીય પ્રવાસ પર અમેરિકા ગયા છે પરંતુ આ દરમિયાન તેમનુ ઘણા ગ્લોબલ લીડર સાથે મુલાકાતનુ શિડ્યુલ છે. જે હેઠળ તેમણે વૉશિંગ્ટન ડીસીના હોટલ વિલાર્ડ ઈન્ટરૉન્ટિનેન્ટલમાં ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. બેઠકમાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ હાજર રહ્યા. ત્યારબાદ પીએમની અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ અને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા સાથે પણ મુલાકાત થઈ.
બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે ઑસ્ટ્રેલિયા સાથે દોસ્તીને આગળ વધારવાની છે. આના માટે પીએમ મૉરિસનની પીએમ મોદી સાથે વાતચીત થઈ. તેમણે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક અને સંબંધો ગાઢ બનાવવાના ઉદ્દેશ સહિત ઘણા વિષયો પર ચર્ચા કરી. વળી, વિદેશ મંત્રાલયે કહ્યુ કે બંને દેશોએ ક્ષેત્રીય અને વૈશ્વિક વિકાસ સાથે-સાથે કોવિડ-19, વેપાર, સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા સંબંધિત ક્ષેત્રોમાં ચાલી રહેલ દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરી.
5 કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત
વૉશિંગ્ટન પ્રવાસના પહેલા જ દિવસે પીએમે 5 મોટી કંપનીઓનના સીઈઓ સાથે મુલાકાત કરી. જેમાં ક્વાલકૉમના સીઈઓ ક્રિસ્ટિયાનો ઈ એમન, અડોબના શાંતનુ નારાયણ, ફર્સ્ટ સોલરના માર્ક વિડમર, જનરલ એટૉમિક્સના વિવેક લાલ અને બ્લેકસ્ટોનના એ શ્વાર્જમેન શામેલ હતા. આ બધા સાથે પીએમે ભારતમાં રોકાણ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક બાદ બ્લેક સ્ટોનના સીઈઓ એ શ્વાર્જમેને કહ્યુ કે મોદી સરકાર વિદેશી રોકાણકારો માટે ખૂબ જ અનુકૂળ સરકાર છે, જે લોકો રોજગાર પેદા કરવા માટે ભારતમાં રોકાણ કરવા માંગે છે તેમના સહયોગ માટે ભારત સરકારને ઉચ્ચ ગ્રેડ મળવો જોઈએ.
અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વૉશિંગ્ટન ડીસીમાં મુલાકાત કરી. આ દરમિયાન બંનેએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યુ જ્યાં હેરિસે કહ્યુ કે ભારત અમેરિકાનુ એક ખૂબ મહત્વપૂર્ણ ભાગીદાર છે. વળી, બીજી તરફ કોરોનાની બીજી લહેર દરમિયાન અમેરિકાએ ભારતની જે મદદ કરી, પીએમ મોદીએ તેના માટે બાઈડેન સરકારનો આભાર માન્યો. સાથે જ કમલા હેરિસને ભારત આવવાનુ આમંત્રણ આપ્યુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
