Photo : રશિયન રોકેટ લોન્ચિંગ બાદ થયું ક્રેશ, સ્પેસ પ્રોગ્રામને થશે અસર
મોસ્કો, 3 જુલાઇ : રશિયાનું એક માનવરહિત રોકેટ મંગળવાર, 2 જુલાઈ, 2013ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. બદનસીબે લોન્ચ થયાની ગણતરીની સેકન્ડોમાં જ તેમાં વિસ્ફોટ થયો હતો અને રોકેટ તૂટી પડ્યું. આ અકસ્માત કઝાકિસ્તાનનાં બેકાનૂર કાસ્મોડ્રામની પાસે થયો હતો. આ માનવરહિત રોકેટ હોવાથી કોઇ જાન હાનિ પહોંચી નથી. આ દુર્ઘટના બાદ હવે રશિયાના સ્પેસ પ્રોગ્રામ પર અસર થઇ શકે છે.

1
રશિયાનું એક માનવરહિત રોકેટ મંગળવાર, 2 જુલાઈ, 2013ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

2
બદનસીબે લોન્ચ થયાની ગણતરીની સેકન્ડોમાં જ તેમાં વિસ્ફોટ થયો હતો અને રોકેટ તૂટી પડ્યું.

3
આ અકસ્માત કઝાકિસ્તાનનાં બેકાનૂર કાસ્મોડ્રામની પાસે થયો હતો. આ માનવરહિત રોકેટ હોવાથી કોઇ જાન હાનિ પહોંચી નથી. આ દુર્ઘટના બાદ હવે રશિયાના સ્પેસ પ્રોગ્રામ પર અસર થઇ શકે છે.

4
રશિયાનું આ રોકેટ 3 નેવિગેશન ઉપગ્રહ (સેટેલાઇટ) લઇને જઇ રહ્યું હતું.

5
છેલ્લા 30 મહિનાઓ એટલે કે અઢી વર્ષમાં રશિયાની આ નવમી નિષ્ફળતા છે અને આ વર્ષની ત્રીજી નિષ્ફળતા છે.

6
રોકેટ ક્રેશ થયા પછી તેનો કાટમાળ જ્યાં પડ્યો છે ત્યાં ક્રેશ થવાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

7
રશિયાના સ્પેસ પ્રોગ્રામ અંગે રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના પ્રવક્તાએ જણાવ્યું કે આ અકસ્માતની અસર કેટલી અને કેટલી લાંબી હશે તે ટૂંક સમયમાં જાણ થશે.

8
રશિયાન સમાચાર એજન્સી આરઆઇએ નોવોસ્તીએ એક અધિકારીનું નામ આપ્યા વિના જણાવ્યું છે કે આ કારણે આગામી બે - ત્રણ મહિના સુધી કોઇ જ લોન્ચિંગ કાર્યક્રમો નહીં યોજવામાં આવે.

9
આ નિષ્ફળતાને કારણ રશિયાને અંદાજે 140 મિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

10
વિસ્ફોટ થયા બાદ હવામાં ઝેરી રોકેટનું ઈંધણ ફેલાવવા લાગ્યું.

11
રોકેટનો કાટમાળ લોન્ચ સાઈટની નજીક જ પડ્યો હતો.
રશિયાનું આ રોકેટ 3 નેવિગેશન ઉપગ્રહ (સેટેલાઇટ) લઇને જઇ રહ્યું હતું. છેલ્લા 30 મહિનાઓ એટલે કે અઢી વર્ષમાં રશિયાની આ નવમી નિષ્ફળતા છે અને આ વર્ષની ત્રીજી નિષ્ફળતા છે. રોકેટ ક્રેશ થયા પછી તેનો કાટમાળ જ્યાં પડ્યો છે ત્યાં ક્રેશ થવાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
રશિયાના સ્પેસ પ્રોગ્રામ અંગે રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના પ્રવક્તાએ જણાવ્યું કે આ અકસ્માતની અસર કેટલી અને કેટલી લાંબી હશે તે ટૂંક સમયમાં જાણ થશે. જો કે રશિયાના સમાચાર એજન્સી આરઆઇએ નોવોસ્તીએ એક અધિકારીનું નામ આપ્યા વિના જણાવ્યું છે કે આ કારણે આગામી બે - ત્રણ મહિના સુધી કોઇ જ લોન્ચિંગ કાર્યક્રમો નહીં યોજવામાં આવે. આ નિષ્ફળતાને કારણ રશિયાને અંદાજે 140 મિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
