Peshawar Attack : પાકિસ્તાનના પેશાવરમાં 2 મોટા વિસ્ફોટ, 3 લોકોના મોત
પાકિસ્તાનના પેશાવરમાં સોમવારે (24 નવેમ્બર) સવારે એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. શહેરના હાઈ-સિક્યુરિટી ઝોનમાં આવેલા ફ્રન્ટિયર કોર (FC) મુખ્યાલય પર સશસ્ત્ર હુમલાખોરોએ હુમલો કર્યો હતો.
સ્થાનિકો અને સુરક્ષાકર્મીઓના જણાવ્યા અનુસાર, એક પછી એક બે શક્તિશાળી વિસ્ફોટો સંભળાયા હતા, જેના તરત બાદ મુખ્યાલય પરિસરમાં ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આ આતંકવાદી હુમલામાં ત્રણ FC જવાનો શહીદ થયા છે.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે સશસ્ત્ર હુમલાખોરોએ પેશાવરના ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું. પેશાવર પોલીસના જણાવ્યા અનુસાર, ઓપરેશન હજુ ચાલુ છે. અત્યાર સુધીમાં પાંચ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમની સ્થિતિ સ્થિર છે.
ગૃહમંત્રી મોહસિન નકવીએ પણ હુમલાની નિંદા કરતા પુષ્ટિ કરી કે ત્રણ FC કર્મચારીઓએ દેશની સુરક્ષા કરતા જીવ ગુમાવ્યા. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ખૈબર પખ્તુનખ્વામાં તાજેતરના મહિનાઓમાં આતંકવાદી ગતિવિધિઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેનાથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે.
ફ્રન્ટિયર કોર ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનની મુખ્ય અર્ધસૈનિક (પેરામિલિટરી) દળ છે અને તેનું મુખ્યાલય પેશાવરમાં કડક સુરક્ષાવાળા વિસ્તારમાં આવેલું છે. સોમવારે સવારે અચાનક પરિસર તરફથી વિસ્ફોટોના અવાજો આવવા લાગ્યા, જેના પછી સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.
પ્રારંભિક અહેવાલો અનુસાર, હુમલો અત્યંત સુનિયોજિત રીતે કરવામાં આવ્યો હતો અને તેમાં અનેક બંદૂકધારીઓ સામેલ હતા. આંતરરાષ્ટ્રીય એજન્સીના અહેવાલો અનુસાર, હુમલાખોરોમાં બે આત્મઘાતી હુમલાખોરો પણ હોઈ શકે છે, જેમણે પરિસરના એક ભાગને નિશાન બનાવ્યો હતો.
પ્રારંભિક માહિતીમાં જણાવાયું છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. જો કે, પાકિસ્તાની એજન્સીઓ સત્તાવાર આંકડાઓની પુષ્ટિ કરી રહી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, પેશાવરના સદરમાં ફેડરલ કોર્પ્સ હેડક્વાર્ટર પર બે આત્મઘાતી હુમલા થયા છે.
એક વિસ્ફોટ મુખ્ય ગેટ પર અને બીજો મોટરસાઇકલ સ્ટેન્ડ પર થયો. ગોળીબાર ચાલુ હોવાથી આતંકવાદીઓ FC હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા હોવાની શક્યતા છે.
સ્થાનિક રહેવાસીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર વીડિયો શેર કર્યા છે, જેમાં વિસ્ફોટોના તરત બાદ સતત ગોળીઓના અવાજો સાંભળી શકાય છે. અનેક લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની ઇમારતો પણ ધ્રુજી ઉઠી હતી.
હુમલા બાદ પાકિસ્તાની સેના, પોલીસ અને બોમ્બ નિરોધક દળ (BDS) એ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
સુરક્ષા દળોનું કહેવું છે કે ઓપરેશન હજુ ચાલુ છે અને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં સમય લાગી શકે છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદી ગતિવિધિઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
