પેંડોરા પેપર્સ લીકથી પાકિસ્તાનમાં રાજકીય હોબાળો, ઈમરાન ખાન સહિત વિપક્ષ પણ ફસાયુ, 700 નેતાઓના નામ
પેંડોરા પેપર્સ લીક ખુલાસા બાદ આખી દુનિયા સાથે સાથે ભારત અને પાકિસ્તાનમાં પણ તોફાન મચી ગયુ છે.
ઈસ્લામાબાદઃ પેંડોરા પેપર્સ લીક ખુલાસા બાદ આખી દુનિયા સાથે સાથે ભારત અને પાકિસ્તાનમાં પણ તોફાન મચી ગયુ છે. જ્યાં ભારતના 300 નેતાઓના નામ આ પેંડોરા પેપર્સ લીકમાં છે ત્યાં પાકિસ્તાન અને વિપક્ષ મળીને લગભગ 700થી વધુ નેતાઓના નામ પેંડોરા પેપર્સ લીકમાં સામે આવ્યા છે. પેંડોરા પેપર્સ લીકમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ ઘેરાઈ ગયા છે અને તેમની કેબિનેટના ઘણા મંત્રીઓ પર ભારે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. આ સાથે જ પાકિસ્તાનના ઘણા વિપક્ષી નેતા પણ પેંડોરા પેપર્સ લીકમાં ઘેરાઈ ગયા છે.

પેંડોરા પેપર્સ લીકથી તહેલકો
ઈન્ટરનેશન કંસોર્ટિયમ ઑફ ઈન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટ્સ એટલે કે આઈસીઆઈજેએ રવિવારે પેંડોરા પેપર્સનો ખુલાસો કર્યો છે જેમાં દુનિયાભરના સેંકડો હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ રહસ્યમયી નાણાકીય લેવડ-દેવડને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની વાત કરીએ તો પેંડોરા પેપર્સ લીકમાં પાકિસ્તાનના નાણામંત્રી શૌકત તારિન, સેનેટર ફૈસલ વાવડા, પીએમએલ-ક્યુ નેતા અને પાકિસ્તાનાના જળ સંશાધન મંત્રી મૂનિસ ઈલાહી, પીપીપીના શારજીલ મેમણ, ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી ખુસરો બખ્તિયારનો પરિવાર, પીટીઆઈ નેતા અબ્દુલ અલીમ ખાન, એક્સેક્ટના સીઈઓ શોએબ શેખનુ નામ છે. આ બધાનો આરોપ છે કે તેમણે પાકિસ્તાનથી બહાર અલગ-અલગ બેનામી કંપનીઓ બનાવી અને કરોડો રૂપિયાની હેરફેર કરી.

700થી વધુ પાકિસ્તાની શામેલ
જિયો ન્યૂઝના રિપોર્ટ મુજબ પેંડોરા પેપર્સ લીકમાં કુલ 700થી વધુ પાકિસ્તાનીઓના નામ છે. પાકિસ્તાનથી ઈન્ટવેસ્ટીગેટિવ પત્રકાર ઉમર ચીમા અને ધ ન્યૂઝ ઈન્ટરનેશનલના ફખર દુર્રાની પણ આ રિસર્ચમાં શામેલ હતા. કંસોર્ટિયમે પેંડોરા પેપર્સ પર એક રિપોર્ટ જાહેર કર્યો જેનુ શીર્ષક હતુ 'પ્રધાનમંત્રી ઈમરાન ખાને નવા પાકિસ્તાનનુ વચન આપ્યુ હતુ પરંતુ તેમના આંતરિક સર્કલના સભ્યોએ ગુપ્ત રીતે પાકિસ્તાની રૂપિયાને બહાર મોકલ્યા અને ભયંકર ભ્રષ્ટાચાર કર્યો છે.' રિપોર્ટ અનુસાર લીક થયેલા દસ્તાવેતોથી જાણવા મળ્યુ છે કે પ્રધાનમંત્રી ઈમરાનના આંતરિક સર્કલના મુખ્ય સભ્ય, જેમાં કેબિનેટ મંત્રી, તેમનો પરિવાર અને પ્રમુખ નાણાકીય સમર્થક શામેલ છે. આ નેતા ગુપ્ત રીતે ઘણી કંપનીઓ અને ટ્ર્સ્ટોના માલિક છે જેમની પાસે લાખો ડૉલરની છૂપાયેલી સંપત્તિ છે.

પાકિસ્તાની સૈન્યના અધિકારી પણ શામેલ
પેંડોરા પેપર્સ લીકમાં પાકિસ્તાનના ઘણા સૈન્ય અધિકારીઓના પણ નામ છે પરંતુ હજુ સુધી એ નામોનો ખુલાસો પાકિસ્તાની મીડિયા તરફથી કરવામાં આવ્યો નથી. જો કે ખુદ પ્રધાનમંત્રી ઈમરાન ખાનનુ નામઆ લિસ્ટમાં નથી અને પેંડોરા પેપર્સ લીકમાં કહેવામાં આવ્યુ છે કે તેમની તપાસમાં પ્રધાનમંત્રી ઈમરાન ખાનના નામે એક પણ ગુપ્ત કંપની નથી મળી. પરંતુ ઈમરાનના ઘણા સહયોગી અને જેમણે ઈમરાન ખાનને ચૂંટણી લડવામાં મદદ કરી હતી, તેમના નામ પર ડઝનેક કંપનીઓનો ખુલાસો થયો છે. ખુલાસો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રીના ખૂબ નજીકના લોકોના નામે બ્રિટનમાં ઘણા લક્ઝરી અપાર્ટમેન્ટ્સ છે અને ઘણી વિદેશી બેંકોમાં કરોડો રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જો કે ડ્યુશ બેંકે ટ્ર્સ્ટના લાભાર્થીઓ સાથે સંબંધિત આઈસીઆઈજેના સવાલોનો જવાબ આપવાનો ઈનકાર કરી દીધો.
|
ઈમરાન ખાને કહ્યુ - તપાસ થશે
પેંડોરા પેપર્સના ખુલાાસા બાદ પાકિસ્તાનમાં રાજકીય હોબાળો થયો છે પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે આમાં કોણ કોના પર આરોપ લગાવે એ પાકિસ્તાની નેતાઓને સમજમાં નથી આવી રહ્યુ. સત્તા પક્ષ સહિત વિપક્ષના પણ નામ આમાં શામેલ છે. ઈમરાન ખાને દાવો કરીને કહ્યુ કે જે જે લોકોના નામ પેંડોરા પેપર્સ લીકમાં આવ્યા છે એ બધા લોકોની તપાસ કરવામાં આવશે અને દોષી જણાતા કાર્યવાહી કરવામાં આવશે. ઈમરાન ખાને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીને કહ્યુ કે જળવાયુ પરિવર્તનને લઈને જે રીતે દુનિયાના બધા દેશ એક છે એ રીતે આ મુદ્દે બધા દેશ એક થઈ જાય. ઈમરાન ખાને એક ટ્વિટ કરીને કહ્યુ, 'અમે પેંડોરા પેપર્સનુ સ્વાગત કરીએ છીએ જેમાં કર ચોરી અને ભ્રષ્ટાચારના માધ્યમથી જમા કરવામાં આવેલ મોટી હસ્તીઓની ગેરકાયદે સંપત્તિના ખુલાસો કરવામાં આવ્યો છે અને દેશને લૂંટ્યો છે.'
If unchecked, inequalities between rich & poor states will increase as poverty rises in the latter. This in turn will lead to a flood of economic migration from the poor to the rich states, causing further economic & social instability across the globe.
— Imran Khan (@ImranKhanPTI) October 3, 2021
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
