પાકિસ્તાને અમેરિકાને કહ્યું- ભારતને વાતચીત માટે મનાવો, જવાબ મળ્યો 'નો'
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ બુધવારે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોપેયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જૉન બોલ્ટન સાથે મુલાકાત કરી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ બુધવારે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોપેયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જૉન બોલ્ટન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન કુરેશીએ અમેરિકાને અપીલ કરી છે કે તે ભારત સાથે વાતચીત શરૂ કરવામાં પાકિસ્તાનની મદદ કરે. પરંતુ અમેરિકાએ પાકિસ્તાનની આ માંગ ફગાવી દીધી છે. કુરેશીના જણાવ્યા મુજબ વાતચીત વિના બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. ટ્રમ્પ પ્રશાસને કુરેશીની વાત તો સાંભળી પરંતુ હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો. કુરેશીએ આ વાત તે સમયે જણાવી જ્યારે તે એક થિંક ટેન્કના કાર્યક્રમમાં શામેલ થઈ રહ્યા હતા.

દ્વિપક્ષીય વાતચીત ના થવાથી વધ્યો તણાવ
કુરેશીએ બુધવારે વોશિંગ્ટન સ્થિત ટોપ અમેરિકી થિંક ટેંક યુએસસ ઈન્સ્ટીટ્યુટ ઓફ પીસ તરફથી પૂછાયેલા સવાલના જવાબમાં આ વાતની જાણકારી આપી. તેમણે કહ્યુ, ‘અમે અમેરિકાને મધ્યસ્થી માટે કહ્યુ કારણકે ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયમિત રીતે દ્વિપક્ષીય વાતચીત નથી થઈ રહી. દ્વિપક્ષીય અસહયોગથી તણાવ વધે છે.' કુરેશીએ કહ્યુ કે અમેરિકાએ તેમનો અનુરોધ ફગાવી દીધો. કુરેશીએ કહ્યુ કે તે વેસ્ટર્ન બોર્ડરથી હવે ઈસ્ટર્ન બોર્ડર એટલે કે ભારત પાસેની બોર્ડર પર પોતાનું ધ્યાન લગાવવા ઈચ્છે છે. તેમણે કહ્યુ કે અમેરિકા ઈચ્છે છે કે વાતચીત દ્વિપક્ષીય હોય પરંતુ આવુ નથી થઈ રહ્યુ. કુરેશીએ આ સાથે ચેતવણી આપી કે આમ નહિ થવા પર સાઉથ એશિયાના બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે.

ભારત પર લગાવ્યો રાજનીતિનો આરોપ
કુરેશીએ આ સાથે કહ્યુ કે જે પણ નિવેદન હાલમાં આવ્યા છે તે ખૂબ જ મદદગાર સાબિત નથી શક્યા. કુરેશીનો ઈશારો ભારતના કેટલાક નેતાઓએ આપેલા નિવેદનો તરફ હતુ. કુરેશીની માનીએ તો સર્જીકલ સ્ટ્રાઈક અને આવી વાતોનો કોઈ મતલબ નથી અને આ તો માત્ર રાજનીતિ છે. કુરેશીની માનીએ તો ભારતમાં ચૂંટણી થવાની છે અને આ વાતને ધ્યાનમાં રાખીને ભારતીય નેતાઓ નિવેદન આપી રહ્યા છે. કુરેશીએ કહ્યુ કે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની નવી સરકાર વાતચીતથી ભાગવાની નથી. તેમણે ભારત પર વાતચીતથી પાછળ હટવાનો આરોપ લગાવ્યો. કુરેશીનો ઈશારે ન્યૂયોર્કમાં તેમની અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વચ્ચે યોજાનાર મુલાકત પર હતો જેને ભારતે રદ કરી દીધી હતી.

બુરહાન વાણી પર મૌન રહ્યા કુરેશી
કુરેશીના જણાવ્યા મુજબ એ ઘણુ દૂર્ભાગ્યપૂર્ણ છે કે બંને પડોશીઓ વચ્ચે વાતચીત નથી થઈ રહી. કુરેશીએ કહ્યુ કે પાકિસ્તાનની નવી સરકાર ક્ષેત્રમાં સ્થિરતા ઈચ્છે છે. ભારતનું કહેવુ છે કે પાકિસ્તાને એવી સ્થિતિ પેદા કરી દીધી છે કે વાતચીત રદ કરવી પડી. પાકિસ્તાને હિઝબુલ મુજાહિદ્દીનના આંતકી બુરહાન વાણી પર પોસ્ટ ટિકિટ જારી કરી હતી. વળી, દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં ત્રણ પોલિસકર્મીઓની પણ હત્યા આતંકીઓએ કરી દીધી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આના પર કંઈ પણ કહ્યુ નહિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?











Click it and Unblock the Notifications
