પાકિસ્તાનની સેના પણ થઇ કંગાળ? બે ટાઇમનુ જમવાનુ મળવુ પણ મુશ્કેલ, ISIના ફંડમાં કપાત
પાકિસ્તાની સેનાના ટોચના કમાન્ડરોએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને સુરક્ષા સ્થિતિ અંગે જાણકારી આપી છે અને ખાદ્ય પુરવઠાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.
પાકિસ્તાન અત્યારે સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ઘટતા જતા વિદેશી હૂંડિયામણના ભંડારને કારણે પાકિસ્તાન સરકારે આવશ્યક ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે લોટથી લઈને ચોખા અને તેલના ભાવ આસમાને છે. પાકિસ્તાનમાં વધતા ગરીબોની અસર સેના પર પણ દેખાઈ રહી છે. પાકિસ્તાનમાં ગરીબી એટલી હદે ફેલાઈ ગઈ છે કે હવે સરહદ પર લડતા જવાનોને પણ બે ટાઈમનું ભોજન મળવું મુશ્કેલ થઈ રહ્યું છે.

ફંડમાં કરાયો ઘટાડો
પાકિસ્તાની સેનાના અધિકારીઓએ કહ્યું છે કે ફંડમાં પહેલાથી જ ઘણો ઘટાડો થયો છે, હવે સૈનિકોને જમવાનુ આપવુ પણ મુશ્કેલ થઇ રહ્યું છે. હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર, તાજેતરમાં જ પાકિસ્તાની સેનાના ટોચના કમાન્ડરોએ સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને સુરક્ષાની સ્થિતિ વિશે માહિતી આપી છે અને ખાદ્યપદાર્થોની સપ્લાયનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. ખાસ વાત એ છે કે તહરીક-એ-તાલિબાન (TTP)ની વધતી સક્રિયતાને કારણે પાકિસ્તાનની સેના અને તેના અર્ધલશ્કરી દળો પહેલેથી જ ઓપરેશનમાં લાગેલા છે.

2 ટાઇમનુ જમવાનુ મળવુ મુશ્કેલ
વધતી મોંઘવારીના કારણે સૈનિકોની મેસમાં સપ્લાય પર પણ અસર પડી છે. આ સંબંધમાં ફિલ્ડ કમાન્ડરોએ રાવલપિંડીમાં ક્વાર્ટરમાસ્ટર જનરલના કાર્યાલયને કેટલાક પત્રો પણ મોકલ્યા છે, જેમાં ખાદ્ય સંકટ સાથે જોડાયેલી બાબતો કહેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દરરોજ વધતી મોંઘવારી અને અવારનવાર ફંડ કાપને કારણે સેનાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે સૈનિકોને દિવસમાં બે ટાઈમ ખવડાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. ડીજી મિલિટરી ઓપરેશન્સે કહ્યું કે સૈનિકોને વધુ ખોરાક અને વિશેષ ભંડોળની જરૂર છે. આર્મી ચીફ મુનીરે QMG, CLS અને DG MO ને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે કે સંરક્ષણ મંત્રાલય તરફથી ખાદ્ય પુરવઠો અને ભંડોળ સહિતની તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણે આર્મી માટે પૂરી કરવામાં આવે.

ISIના ફંડમાં પણ ઘટાડો
આંકડા દર્શાવે છે કે પાકિસ્તાન દર વર્ષે સરેરાશ 13,400 ડોલર પ્રતિ સૈનિક ખર્ચ કરે છે. બજેટ 2022-23 મુજબ, સંરક્ષણ ખર્ચ માટે 1.52 ટ્રિલિયન રૂપિયા (લગભગ $7.5 બિલિયન) ફાળવવામાં આવ્યા છે, જે કુલ વર્તમાન ખર્ચના 17.5% છે, અને પાછલા નાણાકીય વર્ષ કરતાં 11.16% વધુ છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાન પહેલાથી જ સરકારી કર્મચારીઓનો પગાર ઘટાડવા, વિદેશી મિશન ઘટાડવા સહિત ઘણા પગલાં લેવાનું વિચારી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન સરકાર ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ એટલે કે ISI અને ઈન્ટેલિજન્સ બ્યુરો એટલે કે IBને આપવામાં આવતા સિક્રેટ ફંડને મર્યાદિત કરવા સહિત શ્રેણીબદ્ધ પગલાંની યોજના બનાવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
