પાકિસ્તાનમાં ઈમરાન ખાન પોતાની ખુરશી બચાવી શકશે? અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે વોટિંગ
પાકિસ્તાનમાં ઈમરાન ખાન પોતાની ખુરશી બચાવી શકશે? અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે વોટિંગ
પાકિસ્તાનની રાજકીય દુનિયામાં આજનો દિવસ બહુ ખાસ રહેશે. જણાવી દઈએ કે આજે પાકિસ્તાનની સંસદમાં પ્રાઇમ મિનિસ્ટર ઈમરાન ખા માટે લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે. કેટલાક અઠવાડિયાની રાજનૈતિક ઉથલ-પાથલ બાદ ઈમરાન ખાન નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ મતનો સામનો કરવા માટે તૈયાર છે.

આ મામલે જોડાયેલી મહત્વની 10 જાણકારીઓ
- પાકિસ્તાનના એકેય વડાપ્રધાન ક્યારેય પોતાનો કાર્યકાળ પૂરો નથી કરી શક્યા. આ વખતે ઈમરાન ખાન ત્રીજા એવા વડાપ્રધાન છે જેઓ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા જઈ રહ્યા છે.
- 2018માં ચૂંટાયા બાદથી સૌથી મોટો પડકારનો સામનો કરી રહેલ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના સમર્થકોને અવિશ્વાસ મત વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી જવા અપીલ કરી છે.
- અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહેલ પાકિસ્તાનના પીએમની ખુરશી ખતરામાં જણાઈ રહી છે. વિપક્ષે ઈમરાન સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેમના રાજમાં દેશની હાલાત બેહાલ થઈ ગઈ છે. માટે પાકિસ્તાને આર્થિક પડકારો સામે લથડિયાં ખાવાં પડી રહ્યાં છે.
- ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટીએ પાછલા અઠવાડિયે 3452 સભ્યોની વિધાનસભામાં બહુમત ગુમાવી દીધું. ઈમરાન સરકારના સહયોગી દળે કહ્યું કે તેઓ પોતાનું સમર્થન પાછું લઈ રહ્યા છે, હવે તેના સાત સાંસદ વિપક્ષ સાથે મળીને વોટ કરશે.
- અગાઉ પીટીઆઈને વુ એક ઝાટકો લાગ્યો જ્યારે સરકારની સહયોગી એમક્યૂએમ-પીએ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવમાં વિપક્ષના સાથનું સમર્થન કરવાનો ફેસલો લીધો. એમક્યૂએમે બુધવારે ઘોષણા કરી હતી કે તેમણે વિપક્ષી પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી સાથે એક સમજૂતી કરી છે. જે અંતર્ગત તેઓ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે.
- આ અઠવાડિયાની શરૂઆતમાં ઈમરાન ખાને સંયુક્ત રાજ્ય અમેરિકા પર પાકિસ્તાનના મામલાઓમાં દખલ દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે વિપક્ષ પર તેમને હટાવવા માટે વોશિંગ્ટન સાથે ષડયંત્રનો આરોપ ગલાવ્યો કેમ કે તેઓ રશિયા અને ચીન વિરુદ્ધ વૈશ્વિક મુદ્દાઓ પર પશ્ચિમનો પક્ષ નથી લઈ રહ્યા.
- પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે ઈમરાન ખાનની ખુરશી જવી લગભગ નક્કી જ માનવામાં આવી રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના નવા વડાપ્રધાનને લઈ શહબાજ શરીફનું નામ ચર્ચામાં છે. જો ઈમરાન ખાન અવિશ્વાસ મત હારી જાય છે તો એક નવી સરકારનું નેતૃત્વ વિપક્ષી નેતાઓ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ (PML-N)ના શહબાજ શરીફ કરી શકે છે.
- શહબાજ શરીફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના ભાઇ છે. શહબાજ શરીએપ જ નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. શહબાજ ભ્રષ્ટાચારના બે મામલમાં દોષી ઠર્યા બાદથી લંડનમાં રહી રહ્યા છે. તેઓ નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના વર્તમાન નેતા છે.
- દેશના વડાપ્રધાનની આલોચના કરતાં ડૉન અખબારે લખ્યું કે ઉમ્મીદ છે કે ઈમરાન ખાન પોતાના સમર્થકો વચ્ચે દહેશત પેદા કરવાની કોશિશ નથી કરી રહી, તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલાં રેલીઓ અને પ્રદર્શનો માટે ભાવુક કૉલ જાહેર કરી ચૂક્યા છે.
- ઈમરાન ખાને સંકેત આપ્યા કે તેમની પાસે હજી પણ પોતાની ખુરશી બચાવવાનું એક કાર્ડ છે. તેમણે કહ્યું, "મારી પાસે કાલ માટે એક યોજના છે, આ વિશે તમારે ચિંતા ના કરવી જોઈએ. હું તેમને દેખાડીશ અને વિધાનસભામાં તેમને હરાવી દઈશ."
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
