Video: ગધેડાઓની વસતીના મામલે પાકિસ્તાન નીકળ્યું સૌથી આગળ
Video: ગધેડાઓની વસતીના મામલે પાકિસ્તાન નીકળ્યું સૌથી આગળ
લાહોરઃ પાકિસ્તાન દુનિયાનો ત્રીજો એવો દેશ બની ગયો છે જ્યાં ગધેડાઓની વસતી સૌથી વધુ હોય. પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા વધીને 50 લાખની ઉપર પહોંચી ગઈ છે. માત્ર એટલું જ નહિં પંજાબ પ્રાંતનું લાહોર એવું સ્થળ છે જ્યાં ગધેડાઓ સૌથી વધુ છે. પાકિસ્તાન ઈકોનોમિક સર્વે 2017-18 તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ ગધેડાઓની સંખ્યા 100000થી વધુને 53 લાખ પર પહોંચી ગઈ છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝ તરફથી આ જાણખારી આપવામાં આવી છે.

એક દિવસમાં 1000 રૂપિયા સુધીની કમાણી
પંજાબ લાઈવસ્ટોક ડિપાર્ટમેન્ટ મુજબ લાહોરમાં 41000 ગધેડા છે અને તેની સંખ્યામાં સતત વધી રહી છે. પંજાબની સરકારે ગધેડાઓ માટે હોસ્પિટલ પણ ખોલ્યાં છે અને અહીં પર ગધેડાઓનો મફતમાં ઈલાજ પણ કરાવવામાં આવે છે. લાહોરમાં દિવસેને દિવસે ગધેડાઓનો બિઝનેસ વધી રહ્યો છે અને કિંમતોમાં પણ ખાસ વધારો થઈ રહ્યો છે. લાહોરમાં એક ગધેડો 35 હજારથી 55 હજારની કિંમતે મળે છે. ગધેડાના માલિકને એક દિવસમાં 800થી 1000 રૂપિયા સુધીની કમાણી આસાનીથી થઈ જાય છે. પાકિસ્તાન ઈકોનોમિક સર્વેના આંકડાઓ એપ્રિલમાં જાહેર થયા હતા.
|
પાકિસ્તાનમાં ભારે કામના છે ગધેડા
પાકિસ્તાનમાં સામાન ફેરવવા, ગધેડા ગાડી અને કન્સ્ટ્રક્શન વળી જગ્યાઓ પર ખાસ કરીને ગધેડાનો ઉપયોગ કરવામાં આવે છે. જાણીતા પાક જર્નલિસ્ટ હામિર મીરે આના પર એક મજેદાર વીડિયો પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયો લાહોરનો છે. ગધેડાના એક માલિકે જિઓ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું, અહીં અમારો ગધેડાનો બિઝનેસ તેજીથી આગળ વધી રહ્યો છે. સાથે જ તેમને વેચીને અમને ખાસ્સો એવો ફાયદો મળી રહ્યો છે. જુલાઈમાં ચૂંટણી દરમિયાન પાકિસ્તાનમાં રાજનૈતિક સમર્થકોના કારણે હીરો નામના એક ગધેડાનું મૃત્યુ થઈ ગયું હતું. જે બાદ સોશિયલ મીડિયામાં કેમ્પેઈન પણ ચલાવવામાં આવ્યું હતું.
|
ચીન દુનિયાનો પહેલો દેશ
આ લિસ્ટમાં ચીન પહેલા નંબર પર તો ઈથોપિયા બીજા નંબર પર છે. ચીનમાં ગધેડાની માંગ સૌથી વધુ છે અને અહીં પર ગધેડાઓની ચાંબડીનો બિઝનેસ થાય છે. આ ઉપરાંત ગધેડાની મીટથી હેલ્થ ફૂડ્સ અને કેટલાય પ્રકારની પરંપરાગત દવાઓ બનાવવામાં આવે છે. ચીનમાં ગધેડાઓનું મીટ એટલું પોપ્યુલર છે કે અહીં પર આફ્રિકાથી ગધેડા ઈમ્પોર્ટ કરવામાં આવી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
