ભારતના દબાણની અસર, પાકિસ્તાને હાફિઝ સઈદના સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો
ભારતના દબાણ બાદ પાકિસ્તાને હાફિઝના સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો
ઈસ્લામાબાદઃ પુલવામા હુમલા બાદ ભારત અને વિશ્વ સમુદાયના દબાણના કારણે પાકિસ્તાન આતંકીઓ અને આતંકી સંગઠનો વિરુદ્ધ પગલું ઉઠાવી હ્યું છે. ભારતના દબાણને પગલે પાકિસ્તાને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને ખૈરાતી એકમ ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનના આંતરીક મામલાના મંત્રાલયે આતંકવાદ વિરોધી અધિનિયમ 1997 અંતર્ગત આ કાર્યવાહી કરી છે.

મંગળવારે લેવાયો નિર્ણય
સોમવાર સુધી એનસીટીએની વેબસાઈટ પર આ સંગઠનોને દેખરેખવાળા સંગઠનોની સૂચીમાં રાખવામાં આવ્યું હતું. જે બાદ મંગળવારે જ આ સંગઠનોને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં મૂકી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારે પુલવામા હુમલાની જવાબદારીવાળા જૈશ એ મોહમ્મદ, હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને ખૈરાતી એકમ ફલાહ-એઃઈન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. આંતરિક મામલાના મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલ આ સૂચીમાં 35થી વધુ સંગઠનોને પ્રતિબંધિત કર્યા છે.
|
ઈમરાન પર હતું આખી દુનિયાનું દબાણ
જણાવી દઈએ કે અગાઉ અહેવાલ મળ્યા હતા કે, ઈમરાન ખાનની સરકારે જમાત-ઉદ-દાવા અને તેના એકમ ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશનને પ્રતિબંધિત ન કર્યું, બલકે તેને વૉટ લિસ્ટના સંગઠનોની યાદીમાં મૂક્યું હતું. પાકિસ્તાન સરકારના રાષ્ટ્રીય આતંકવાદ રોધી પ્રાધિકરણની વેબસાઈટ મુજબ જેયૂડી અને એફઆઈએફ સંગઠનો આતંકવાદ રોધી અભિનિયમ 1997ની બીજી અનુસૂચીની ધારા 11-ડી (1) અંતર્ગત ગૃહ મંત્રાલયની દેખરેખમાં છે. આ વેબસાઈટ સોમવારે જ અપડેટ થઈ હતી.

મસૂદ અઝહરના ભાઈ સહિત 44 આતંકવાદીની ધરપકડ
એનસીટીએની વેબસાઈટ મુજબ જેયૂડી અને એફઆઈએફને દેખરેખમાં રાખનાર સંગઠનોની યાદીમાં નાખવાનું નોટિફિકેશન 21મી ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ પાકિસ્તાને જૈશના વડા મસૂદ અઝહરના બે ભાઈ સહિત 44 આતંકવાદીઓની ધરપકડ કરી લીધી. પાકિસ્તાનના આંતરિક મામલાના મંત્રી શહરયાર અફરીદીએ આજે કહ્યું કે મસૂદ અઝહરના ભાઈ મુફ્તી અબ્દુલ રઉફ અને હમ્મદ અઝહર સહિત 44 આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
