Pakistan : ઈમરાન ખાનના ઘરમાં 40 જેટલા આતંકીઓ છુપાયા હોવાનો દાવો, પોલીસે વિસ્તારને ઘેર્યો
પાકિસ્તાનના હાલ નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ સતત હાઈપ્રોફાઈલ ડ્રામાં સર્જાઈ રહ્યો છે. હવે પોલીસે ઈમરાન ખાનના ઘર આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. દાવો કરાઈ રહ્યો છે કે ઈમરાન ખાનના ઘરમાં આતંકીઓ છુપાયા છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ પણ મુશ્કેલીઓ ઓછી નથી થઈ. હવે પાકિસ્તાનના પંજાબની સ્થાનિક સરકારે દાવો કર્યો છે કે લાહોરમાં ઈમરાન ખાનના ઘરમાં આતંકવાદીઓ છુપાયા છે.

પંજાબ સરકાર આશંકા છે કે ઈમરાન ખાનના ઘરમાં ઓછામાં ઓછા 30 થી 40 આતંકવાદીઓએ આશ્રય લીધો છે. પોલીસે હાલ આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
પં.જાબ સરકારેને આશંકા છે કે લાહોરના જમાન પાર્કમાં આવેલા પૂર્વ પીએમ ઈમરાન ખાનના ઘરમાં 30-40 આતંકવાદીઓ છુપાયા છે. હાલ સરકારે આતંકવાદીઓને પોલીસને સોંપવા માટે 24 કલાકનો સમય પણ આપ્યો છે. એક્ટિંગ ઇન્ફોર્મેશન મિનિસ્ટર આમિર મીરના જણાવ્યા અનુસાર, ગુપ્તચર અહેવાલોથી જાણવા મળ્યું છે કે ઇમરાન ખાનના ઘરે આતંકવાદીઓ છે.
આમિર મીરે લાહોરમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પીટીઆઈએ આ આતંકવાદીઓને પોલીસને સોંપી દેવા જોઈએ નહીં તો કાયદો પોતાની રીતે કામ કરશે. તેમણે ગુપ્તચર અહેવાલને ટાંકીને કહ્યું કે, સરકારને આ આતંકવાદીઓની હાજરીની જાણ હતી.
અહીં તેમણે દાવો કર્યો કે, આ આતંકવાદી ખતરનાક છે. ગુપ્તચર એજન્સીઓએ જિયો-ફેન્સિંગ દ્વારા લોહારના જમાન પાર્કમાં આતંકવાદીઓ હોવાની પુષ્ટિ કરી છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, 9 મેના રોજ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ વડાપ્રધાન શહેબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં હુમલાખોરો અને તેમના મદદગારો સામે કાર્યવાહી કરવાનો આદેશ કરાયો હતો. આ હિંસા ઈમરાન ખાનની ધરપકડ બાદ થઈ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
