વધુ એક વખત વોશિંગ્ટનમાં ખાલિસ્તાનીઓએ હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો, પત્રકારો સાથે મારામારી

પંજાબથી શરૂ થયેલ ખાલિસ્તાની બબાલ હવે દેશ બહાર પણ જોવા મળી રહી છે. હવે ફરીથી ખાલિસ્તાની સમર્થકોએ અમેરિકાના વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ બહાર હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, ભારતીય દૂતાવાસની બહાર ભેગા થયેલા અલગાવવાદી શીખોએ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને યુએસમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુને ખુલ્લેઆમ ધમકી આપી હતી.
આ ઘટના દરમિયાન ઘણા પ્રદર્શનકારી હિંસા કરતા જોવા મળ્યા હતા અને શેરીમાં બિલ્ડીંગની બારીઓ અને કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ સમયે રાજદૂત દૂતાવાસમાં ન હતા. જો કે, યુએસ પોલીસ અને ગુપ્તચર વિભાગની તત્પરતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
અલગાવવાદી શીખોના એક ટોળાને સંબોધી અને ભારત વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન કટ્ટરપંથી ભીડને દૂતાવાસ પર હુમલો કરવા માટે ઉશ્કેરતા જોવા મળ્યા હતા. ત્યાં હાજર પોલીસકર્મીઓને લાગ્યું કે સ્થિતી હાથમાંથી નીકળી રહી છે ત્યારે સિક્રેટ સર્વિસ અને સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી. આ પછી એમ્બેસીની બહાર પોલીસ તૈનાત કરાઈ હતી.
સામે આવી રહેલી વિગતો અનુસાર, આ દરમિયાન વોશિંગ્ટનમાં ભારતીય પત્રકાર લલિત ઝા સાથે ખાલિસ્તાન સમર્થકોએ મારપીટ કરી છે. ઝા શનિવારે બપોરે ભારતીય દૂતાવાસ બહાર ખાલિસ્તાની વિરોધને કવર કરી રહ્યા હતા. ઝાએ રવિવારે તેમની સુરક્ષા અને કામ કરવામાં મદદ કરવા બદલ યુએસ સિક્રેટ સર્વિસનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ખાલિસ્તાન સમર્થકોએ તેને ડાબા કાન પર બે ડંડા માર્યા છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ખાલિસ્તાની સમર્થકોનો એક વીડિયો પણ શેર કર્યો છે.
લલિત ઝાએ ટ્વીટ કરીને લખ્યુ કે, બે દિવસ સુધી મારી સુરક્ષા કરવા અને કામમાં મદદ કરવા બદલ યુએસ સિક્રેટ સર્વિસનો આભાર. નહીં તો હું આ ટ્વીટ હોસ્પિટલથી લખી રહ્યો હોત. આ ઘટનાએ મને 9/11ના હુમલાની યાદ અપાવી. વધુ શારીરિક હુમલાના ડરથી હું સલામતી માટે પોલીસ વાન તરફ દોડ્યો. આ સમયે મને એટલું જોખમ લાગ્યું કે મેં 911 પર ફોન કર્યો. પછી મેં સિક્રેટ સર્વિસના અધિકારીઓને જોયા અને તેમને ઘટના વિશે જણાવ્યું. જો કે, પત્રકાર ઝાએ તેમની સાથે મારપીટ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ ભારતીય દૂતાવાસે ઘટનાની નિંદા કરી છે અને એક નિવેદન જારી કરીને જણાવ્યુ કે, અમે વરિષ્ઠ પત્રકાર પર થયેલા ગંભીર હુમલાની નિંદા કરીએ છીએ. આવી પ્રવૃત્તિઓ કથિત ખાલિસ્તાની વિરોધીઓ અને તેમના સમર્થકોની હિંસક અને અસામાજિક વર્તણૂકને રેખાંકિત કરે છે.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં અલગાવવાદીઓ પર પોલીસની સતત કાર્યવાહીએ વિદેશમાં રહેતા ખાલિસ્તાન સમર્થકોને હચમચાવી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં ભારતીય હાઈ કમિશનની બહાર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બની રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
