ઓબામાને ઝેરી પત્ર મોકલનાર સંદિગ્ધની ધરપકડ
વોશિગ્ટન, 18 એપ્રિલ: અમેરિકી સંઘીય તપાસ એજન્સી (એફબીઆઇ)એ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને એક સીનેટરને ઘાતક ઝેરી રિસિન લગાવેલ પત્ર મોકલવા બદલ એક સંદિગ્ધની મિસિસિપ્પીમાંથી ધરપકડ કરી લીધી છે. એફબીઆઇએ સંદિગ્ધ પોલ કેવિન કર્ટિસ (45)ને ત્રણ પત્ર યૂએસ પોસ્ટલ સર્વિસના માધ્યમથી મોકલવા માટે ગઇકાલે કોરિંથ સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પત્રોમાં એક દાણાદાર પદાર્થ મળ્યો હતો, જેની પ્રાથમિક તપાસમાં તે રિસિન હોવાની વાત સામે આવી છે.
પત્રને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, સીનેટર રોજર વિકર અને એક ન્યાયિક અધિકારીને નામે મોકલવામાં આવ્યો હતો. સંદિગ્ધને મેમફિસ, ટેન્નેસી અને જેકસન સ્થિત એફબીઆઇ જોઇન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સેસ, અમેરિકન કેપિટલ પોલીસ અને અન્ય સંઘીય અને સ્થાનિક એજન્સીઓની તપાસ બાદ ધરપકડ કરવામાં આવી છે.
એફબીઆઇએ કહ્યું હતું કે બોસ્ટન મેરેથોનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને અન્ય ત્રણ નેતાઓને પત્ર મોકલવામાં કોઇ સંબંધ નથી જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. સ્થાનિક ટેલિવિઝન નેટવર્કના અનુસાર પત્ર લખનાર વ્યક્તિએ લખ્યું છે કે તેમને કોઇ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને કોઇએ તેમની વાત સાંભળી ન હતી અને હવે કોઇને મરવું તો પડશે. જાણકારી અનુસાર બરાક ઓબામા અને વિકરને મોકલવામાં આવેલા પત્રો પર એક જ જેવી સહીઓ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
