આ દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી એક પણ બાળકનો જન્મ નથી થયો, જાણો ક્યો છે આ દેશ?
એક તરફ ભારત અને ચીન જેવા દેશો વધતી વસ્તીથી પરેશાન છે અને પરિવાર નિયોજન માટે અરબો રૂપિયા ખર્ચી રહ્યા છે ત્યારે યુરોપના દેશોની અલગ સમસ્યા છે. ઇટાલી જેવા દેશો આનાથી ઉલટી સમસ્યા અનુભવી રહ્યા છે.
ઇટાલી ત્યાં બાળકોનો જન્મ ન થતા પરેશાન છે. અહેવાલો અનુસાર, ઈટલીમાં છેલ્લા ત્રણ મહિનાથી કોઈ બાળકનો જન્મ થયો નથી. આ સમસ્યા એટલી મોટી છે કે ત્યાંના પીએમ તેને રાષ્ટ્રીય કટોકટી ગણાવી રહ્યા છે.

અહેવાલો અનુસાર, ઇટાલીએ હાલમાં જ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ ખુશ થઈ શકે તેવો નથી. ઇટાલી ઝડપથી વૃદ્ધ થઈ રહ્યો છે. આ રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ઇટાલીમાં છેલ્લા ત્રણ મહિનામાં એક પણ બાળકનો જન્મ થયો નથી.
રોયટર્સ અનુસાર, રાષ્ટ્રીય આંકડાકીય બ્યુરો ISTATના આંકડાઓ અનુસાર, જાન્યુઆરી 2023 થી જૂન 2023 દરમિયાન ઇટાલીમાં જન્મેલા બાળકોની સંખ્યા જાન્યુઆરી 2022 અને જૂન 2022 વચ્ચે જન્મેલા બાળકો કરતાં 3500 ઓછી છે.
અહેવાલો અનુસાર, તેનું મુખ્ય કારણ 15 થી 49 વર્ષની વયની મહિલાઓની ઉણપ છે. ઇટાલીમાં પ્રજનનક્ષમ વયની મહિલાઓની અછત છે અને તેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. 2021ની સરખામણીએ 2023માં આવી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
ઇટાલીમાં આ મુદ્દો એટલો ગંભીર છે કે ત્યાંના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તેને રાષ્ટ્રીય કટોકટી તરીકે જુએ છે. તેમણે ગયા વર્ષે પણ તેમના ચૂંટણી પ્રચારમાં આ મુદ્દો ખૂબ જોરથી ઉઠાવ્યો હતો.
જણાવી દઈએ કે, ગયા વર્ષે જન્મેલા દરેક સાત બાળકો સામે 12 લોકોના મોત થઈ રહ્યા છે. સરળ ભાષામાં સમજીએ તો એક દિવસમાં સાત બાળકોનો જન્મ થતો તે એક જ દિવસે 12 લોકો મૃત્યુ પામી રહ્યા છે. આમ જ ચાલતું રહેશે તો ત્યાંની વસ્તી ઝડપથી ઘટશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
