nobel prize 2021 in physics : સુકુરો માનેબે, ક્લાસ હસેલમેન અને જ્યોર્જિયો પેરસીને મળ્યો એવોર્ડ
ભૌતિકશાસ્ત્ર માટે 2021નાનોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા ત્સુકુરો મનાબે, ક્લાસ હાસેલમેન અને જ્યોર્જિયો પેરસીને 2021નો ભૌતિકશાસ્ત્ર નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ત્
nobel prize 2021 in physics : ભૌતિકશાસ્ત્ર માટે 2021નાનોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા ત્સુકુરો મનાબે, ક્લાસ હાસેલમેન અને જ્યોર્જિયો પેરસીને 2021નો ભૌતિકશાસ્ત્ર નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

ત્રણેય વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આ પુરસ્કાર તેમના ભૌતિક પ્રણાલીઓ વિશેની આપણી સમજમાં અભૂતપૂર્વ યોગદાન માટે આપવામાં આવ્યો છે. મંગળવારના રોજ (05 ઓક્ટોબર) નોબેલ એસેમ્બલી દ્વારા નામોની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 216 લોકોને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જેમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 5, 2021
The Royal Swedish Academy of Sciences has decided to award the 2021 #NobelPrize in Physics to Syukuro Manabe, Klaus Hasselmann and Giorgio Parisi “for groundbreaking contributions to our understanding of complex physical systems.” pic.twitter.com/At6ZeLmwa5
આ સિદ્ધિઓ માટે મળ્યો નોબેલ પુરસ્કાર
Tsukuro Manebe : ત્સુકુરો મનાબે એ શોધ કરી છે કે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું વધેલું સ્તર પૃથ્વીની સપાટી પરના તાપમાનમાં કેવી રીતે વધારો કરે છે. ત્સુકુરો મનાબેને આ શોધ કરવા માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
Giorgio Parisi : જ્યોર્જિયો પેરસીને અવ્યવસ્થિત જટિલ સામગ્રીમાં છૂપાયેલી પેટર્ન શોધવા બદલ નોબેલ એનાયત કરવામાં આવ્યો છે. તેમની શોધ જટિલ સિસ્ટમ્સના સિદ્ધાંતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાનમાંની એક છે.
Klaus Hasselmann : ક્લાઉસ હેસલમેને એક મોડેલ બનાવ્યું છે, જે હવામાન અને આબોહવાને એકબીજા સાથે જોડે છે. જે સમજાવે છે કે, જ્યારે હવામાન ચલ અને અસ્તવ્યસ્ત હોય હવામાન મોડેલ્સ વિશ્વસનીય કેમ હોય શકે છ.
શું કહ્યું નોબેલ પુરસ્કાર સમિતિના અધ્યક્ષે?
ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર માટેની સમિતિના અધ્યક્ષ થોર હેનસેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કરવામાં આવેલી શોધ દર્શાવે છે કે, આબોહવા અંગેનું આપણું જટિલ ભૌતિક પ્રણાલીઓના ગુણધર્મો અને ઉત્ક્રાંતિ જ્ઞાન નક્કર વૈજ્ઞાનિક આધાર પર છે.
સોમવારના જાહેર કરાયો હતો ફિઝીયોલોજી માટે નોબેલ પુરસ્કાર 2021
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક એવા નોબેલ પુરસ્કાર 2021ની જાહેરાત કરવામાં આવી છે. ડેવિડ જુલિયસ અને આર્ડેમ પાટાપૌટિયનએ તાપમાન અને સ્પર્શ માટે રીસેપ્ટર્સની શોધ માટે ફિઝીયોલોજી અથવા મેડિસિનમાં 2021નો નોબેલ પુરસ્કાર જીત્યો છે. ઉલ્લેખનીય વાત છે કે, નોબેલ પુરસ્કારો આપવામાં આવનારો પ્રથમ પુરસ્કાર છે. ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર ડેવિડ અને આર્ડેમને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે.
ગરમી, ઠંડી અને સ્પર્શને સમજવાની આપણી ક્ષમતા અસ્તિત્વ માટે જરૂરી છે. તે આજુબાજુની દુનિયા સાથે સંપર્ક બનાવવામાં પણ મદદ કરે છે. આપણા રોજિંદા જીવનમાં આપણે આ સંવેદનાઓને હળવાશથી લઈએ છીએ, પરંતુ તાપમાન અને દબાણને સમજવા માટે ચેતા આવેગ કેવી રીતે શરૂ થાય છે? આ પ્રશ્નનો જવાબ આ વર્ષના નોબેલ વિજેતાઓએ તેમની શોધ દ્વારા આપ્યો છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
