'મોદી લહેર'ની અસરના કોઇ સંકેત નથી: અમેરિકન નિષ્ણાંત
વોશિંગ્ટન, 10 ડિસેમ્બર: અમેરિકન નિષ્ણાંતોનું માનવું છે કે ભારતમાં ચાર સ્ટેટ્સના વિધાનસભા ચૂંટણીના પરિણામે આવતા વર્ષે યોજાતા પહેલા સામાન્ય ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટી ભાજપને વિશ્વાસ ચોક્કસ અપાવ્યો છે. પરંતુ તેમાં ના તો નરેન્દ્ર મોદીની લહેરનો કોઇ સંકેત દેખાઇ રહ્યો છે અને તેમાં આવતા વર્ષે આવા પરફોર્મન્સની કોઇ ગેરેન્ટી નથી.
ભારતની ચૂંટણી પર નજીકથી નઝર રાખનાર એક્સપર્ટ્સનું માનવું છે કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને દિલ્હી, જ્યાં આમ આદમી પાર્ટીએ ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે, તેમાં ભાજપના સારા પ્રદર્શનનું એક માત્ર કારણ માત્ર નરેન્દ્ર મોદી નથી.
સાઉથ એશિયા, મેક્લાર્ટી એસોસિએટ્સના ડાયરેક્ટર રિચર્ડ એમ રોસોએ જણાવ્યું કે 'આ સ્ટેટસમાં ભાજપ હંમેશા મુકાબલામાં રહી છે. લગભગ આવા જ પરિણામો 2003માં આવ્યા હતા. લહેરનની પરિક્ષા એ વાતને લઇને થશે કે શું ભાજપ આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળથી લોકસભા બેઠકો જીતી શકે છે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપને આ રાજ્યોથી માત્ર એક સંસદીય બેઠક મળી હતી.'

જોકે અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના સદાનંદ ધૂમે ઝણાવ્યું કે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયા બાદ મોદીએ પહેલી મોટી પરીક્ષા પાસ કરી લીધી છે. તેમણે જણાવ્યું કે 'જોકે, નક્કર રીતે એ માલૂમ કરવું મુશ્કેલ છે કે મોદીએ ભાજપના સારા પરફોર્મન્સમાં કેટલું યોગદાન કર્યું, પરંતુ એ સ્પષ્ટ છે કે મોદીએ ભાજપને ઉર્જા આપી છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
