પાકિસ્તાનમાં સેના અને સરકાર વચ્ચે બબાલ, સેના પ્રમુખની બેઠકમાં ઈમરાન ખાન ગેરહાજર
પાકિસ્તાનમાં સેના અને સરકાર વચ્ચે બબાલ, સેના પ્રમુખની બેઠકમાં ઈમરાન ખાન ગેરહાજર
પાકિસ્તાનમાં સરકાર અને સેના વચ્ચેનો વિવાદ વકરતો જઈ રહ્યો છે અને પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવાની મીટિંગનો પીએમ ઈમરાન ખાને બહિષ્કાર કરી દીધો છે. જે બાદ પાકિસ્તાનની રાજનીતિમાં ભૂકંપ મચી ગયો છે. પાકિસ્તાની મીડિયા મુજબ પાકિસ્તાન સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવાએ બહુ ગોપનીય અને મહત્વપૂર્ણ મીટિંગ બોલાવી હતી, જેમાં અફઘાનિસ્તાનને લઈ સેના તરફથી બ્રીફિંગ આપવામાં આવનાર હતું, પરંતુ આ બેઠકમાં બોલાવ્યા બાદ પણ ઈમરાન ખાન ન આવ્યા.

સેના અને સરકારમાં બબાલ
પાકિસ્તાની અખબાર ધી ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર જાવેદબાજવાએ અફઘાનિસ્તાનના મુદ્દે પાકિસ્તાનની તમામ પાર્ટીઓના પ્રમુખ નેતાઓને બેઠકમાં બોલાવ્યા હતા. જેમાં પાકિસ્તાની નેતાઓને તેજીથી બદલતાં અફઘાનિસ્તાનના હાલાતને લઈ બ્રીફિંગ આપવાની હતી અને આગળની સ્ટ્રેટેજી પર ચર્ચા કરવાની હતી, પરંતુ પીએમ ઈમરાન ખાન સેના પ્રમુખની બેઠકમાં સામેલ ન થયા. જે બાદ પાકિસ્તાનના રાજકારણમાં ભૂકંપ આવી ગયો, કેમ કે પાછલા ઘણા દિવસોથી પાકિસ્તાનની રાજનૈતિક ગલીઓમાં સમાચાર વહી રહ્યા છે કે સેના પ્રમુખ ઈમરાન ખાનના નિવેદનોથી ઘણા નારાજ છે. એવામાં બેઠકનો ઈમરાને કરેલા બહિષ્કારને લઈ આશંકા જતાવાઈ રહી છે કે પાકિસ્તાનમાં ગમે ત્યારે ઈમરાન ખાનની સત્તા છીનવાઈ શકે છે.

ઈમરાન ખાન તરફથી સ્પષ્ટતા
ઈમરાન ખાનના એક નજીકનાએ સૂત્રએ પાકિસ્તાની અખબાર ધી ટ્રિબ્યૂનને કહ્યું કે, 'ઈમરાન ખાન સેના પ્રમુખની બેઠકમાં સામેલ થવા નહોતા માંગતા, પરંતુ પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એને કહ્યું હતું કે જો પીએમ આ બેઠકમાં આવે છે તો તેઓ બેઠકનો બહિષ્કાર કરશે, માટે પીએમ આ બેઠક માટે નથી પહોંચ્યા.' પરંતુ પાકિસ્તાનની અંદર પીએમના સહયોગની આ દલીલ કોઈને પચી નથી રહી. એવું એટલા માટે કેમ કે અત્યાર સુધી કોઈ બેઠકનો બહિષ્કાર વિપક્ષી પાર્ટીઓ કરતી હતી, પહેલી વખત કોઈ પીએમે બહિષ્કાર કર્યો છે. અને સેના પ્રમુખ બાજવાએ ઈમરાન ખાનની આ દલીલને ફગાવી દીધી છે. જ્યારે પીપીપી ચેરમેન બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, "આટલી મહત્વપૂર્ણ બેઠકમાંથી પીએમનું ગાયબ રહેવું ખોટો સંદેશ આપી રહ્યું છે." સેના પ્રમુખની બેઠક પહેલાં પાકિસ્તાનના ગૃહમંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે આ બેઠક બાદ પાકિસ્તાનની રાજનીતિ હંમેશા માટે બદલાઈ જશે. આ હિસાબે ગૃહમંત્રીનું ટ્વીટ પણ પાકિસ્તાન સેનામાં મોટી રાજનૈતિક ઉથલ-પાથલ પર ઈશારો કરે છે.

સેના પ્રમુખે ફટકાર લગાવી
પાકિસ્તાની મીડિયા મુજબ સેના પ્રમુખે આ બેઠક દરમિયાન સરકારના કેટલાય ફેસલાઓ પર સખ્તાઈથી નારાજગી વ્યક્ત કરી છે. ખાસ કરીને અમેરિકાને લઈ આપવામાં આવેલા ઈમરાન ખાનના નિવેદન પર સેના પ્રમુખ બાજવાએ ઘણી નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાની મીડિયાએ સૂત્રોના હવાલેથી લખ્યું કે ""સેના પ્રમુખ પાછલા અઠવાડિયે ઈમરાન ખાને અમેરિકા વિરુદ્ધ આપેલા નિવેદનોથી ઘણા નારાજ છે અને તેમણે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે પાકિસ્તાન ભલે ચીનની ગમે તેટલી નજીક ચાલ્યું જાય પરંતુ કોઈપણ કિંમત પર અમેરિકા સાથે સંબંધ ખરાબ ન કરી શકાય.

આઈએસઆઈ ચીફ પણ નારાજ
પાકિસ્તાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા પર સંસદીય સમિતિની બેઠક દરમિયાન પાકિસ્તાન સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને આઈએસઆઈ પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ ફૈજ હામિદે અમેરિકા સાથે સ્વસ્થ સંબંધોની વકાલત કરી છે. બેઠકમાં ભાગ લેનાર કેટલાક સાંસદોએ કહ્યું કે સૈન્ય અને ગુપ્ત નેતૃત્વએ જોર આપીને કહ્યું કે ચીન સાથે સંબંધ મજબૂત છે પરંતુ તેના માટે અમેરિકા સાથેના સંબંધોનું બલિદાન ન કરી શકાય. આની સાથે જ સેના પ્રમુખે સરકારને સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાને અમેરિકા સાથે સ્વસ્થ સંબંધ બનાવી રાખવા પડશે. ગુરુવારે થયેલી બેઠક આઠ કલાકથી વધુ ચાલી. આ બેઠકમા સેના અને આઈએસઆઈએ અફઘાનિસ્તાન સાથે અમેરિકા હટ્યાના બાદની હાલાત, જમ્મુ-કાશ્મીરના ઘટનાક્રમ, ચીન અને અમેરિકા સાથે સંબંધો પર પોતાનો પક્ષ રાખ્યો. પરંતુ હવે પાકિસ્તાનમાં સવાલ ઉઠી રહ્યા છે કે સેનાને નારાજ કરી આખરે પીએમ ઈમરાન ખાન ક્યાં સુધી પોતાની ખુરશી બચાવી શકશે?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
