આનંદ માટે આપણે 6R ફોર્મૂલા અપનાવો પડશે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુએઇની મુલાકાતે છે. યુએઇના આ પ્રવાસ દરમિયાન દુબઇમાં તેમણે વર્લ્ડ ગવર્નમેન્નટ સમિટમાં શું ભાષણ આપ્યું વિગતવાર જાણો અહીં. સાથે જ જાણો તેમના આ પ્રવાસ અંગે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઇમાં પોતાના બીજા દિવસના પ્રવાસ દરમિયાન વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે દુનિયા સમક્ષ 6Rનો ફોર્મૂલા મૂક્યો હતો. સમિટમાં વિકાસ માટે ટેકનોલોજી વિષય પર પોતાની વાત રાખતા નરેન્દ્ર મોદીએ લોકોને નવો મંત્ર આપ્યો હતો. 6 આર ફોર્મૂલા પર સ્પષ્ટતા આપતા પીએમ મોદીએ કહ્યું કે છ R એટલે રિડ્યૂસ, રીયુઝ, રીસાઇકલ, રિકવર, રીડિઝાઇન અને રીમેન્યુફૈક્ચરિંગ છે. તેમણે કહ્યું કે આ છ પગલાં લેવાથી આપણે રિજોઇસ એટલે કે આનંદની સ્થિતિ પર પહોંચશું. આપણે આ છ આર પર કામ કરવાની જરૂર છે. નોંધનીય છે કે આ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં 140થી વધુ દેશો ભાગ લઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભાષણમાં દુબઇને દુનિયા માટે એક ખાસ ઉદાહરણ તરીકે રજૂ કરતા કહ્યું કે ટેક્નોલોજીએ એક રણને બદલી દીધું, આ ચમત્કાર છે. વિચારોની ગતિથી ટેક્નોલોજી બદલાઇ રહી છે. અને ટેક્નોલોજીના કારણે સામાન્ય માણસ સશક્ત થઇ રહ્યો છે.

આજના ડિઝિટલ ક્રાંતિના યુગમાં પહેલા જે કામ કરતા વર્ષો લાગતા હતા તે હવે થોડી વારમાં થઇ જાય છે. તેમણે કહ્યું કે વિકાસ પછી પણ ગરીબી અને કુપોષણનો સફાયો કરવામાં આપણે અસફળ રહ્યા છીએ. બીજી તરફ આપણે મિસાઇલ્સ અને બોમ્બ બનાવવામાં પૈસા, સમય અને સંશાધનોને મોટા પ્રમાણમાં રોકી રહ્યા છીએ. ત્યારે આપણે સાવધાન રહેવું જોઇએ કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ વિકાસના સાધન રૂપે કરીએ છીએ કે વિનાશના રૂપે. પીએમ મોદીએ અહીં મુખ્ય અતિથિ રીતે તેમને બોલવવા બદલ યુએઇનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે મારું અહીં આવવું ના ખાલી મારા માટે ગર્વની વાત છે પણ 125 કરોડ ભારતીયો માટે પણ ગર્વની વાત છે. વળી તેમણે કહ્યું કે યુએઇમાં 33 લાખ ભારતીયોને પોતાના પણું મળ્યું છે. જે માટે પણ ભારત તેમનો આભારી છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર સવારે અબુ ધાબીમાં અરબ સૈનિકોને શ્રદ્ધાજંલિ અર્પી હતી. અને નરેન્દ્ર મોદીએ અહીં મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. સાથે જ તેમણે મંદિરના શિલાન્યાસ સાથે ઓપેરા હાઉસમાં હાજર ભારતીય સમુદાયને સંબોધિત પણ કર્યો હતો. અબુ ધાબીમાં મંદિરના નિર્માણ વખતે પીએમ મોદીએ કહ્યું કે મંદિરનું નિર્માણ કરવું તે એક માનવતાનું કામ છે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્થાપ્તયની દ્રષ્ટ્રિએ આ મંદિર એક અનોખું મંદિર હશે. અને વસુધૈવ કુંટુંમ્બકનો મંત્ર દુનિયાને આપશે. વધુમાં મોદીએ કહ્યું કે 21મી સદીનું ભારત વૈશ્વિક રેકિંગમાં એક ઐતિહાસિક ઉછાળ લાવશે. ગત ચાર વર્ષોમાં દેશનો આત્મવિશ્વાસ વધ્યો છે. આજે દેશમાં કંઇ પણ કરવું અસંભવ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
