Myanmar Military Attacks : મ્યાનમાર સેનાએ કર્યો વિદ્રોહીના કાર્યક્રમ પર હુમલો, 30 લોકોના મોત
Myanmar Military Attacks : મ્યાનમારના મધ્ય વિસ્તારમાં લગગભ 30 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સૈન્ય શાસનના વિરોધમાં આંદોલનકારીઓને એક કાર્યક્રમ આયોજન કર્યું હતું.
જેના પર મ્યાનમારની સેનાએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 30 વિદ્રોહીના મોત થયા છે.

નાગરિકોના મોત
સાગિંગ પ્રદેશના રહેવાસીઓને ટાંકીને, બીબીસી બર્મીઝ, રેડિયો ફ્રી એશિયા (આરએફએ) અને ઇરાવાડી ન્યૂઝ પોર્ટલે અહેવાલ આપ્યો છે કે, હુમલામાં નાગરિકો સહિત 50 લોકોના મોત થયા હતા. જોકે, સમાચાર એજન્સી રોયટર્સ હજૂ સુધી આ મામલે સત્તાધારી સેનાના પ્રવક્તા સાથે વાત કરી શકી નથી.
આ પહેલા 14 માર્ચના રોજ મ્યાનમારની સેનાએ એક બૌદ્ધ મઠ પર હુમલો કરીને 28 લોકોની હત્યા કરી હતી. બળવાખોર સંગઠન કેરેન્ની નેશનાલિસ્ટ ડિફેન્સ ફોર્સ (KNDF) દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો.
મ્યાનમારમાં લશ્કરી શાસન
મ્યાનમારની સેનાએ 1 ફેબ્રુઆરી, 2021ના રોજ આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા આંચકી લીધી હતી. જે બાદ તેમની અને તેમની સત્તાધારી નેશનલ લીગ ફોર ડેમોક્રસી પાર્ટીના ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
મ્યાનમારની સેનાની સામે ઘણા વિરોધ પ્રદર્શન થયા અને લગભગ 2 હજાર વધુ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. આ લશ્કરી કાર્યવાહીએ દેશના મોટાભાગના ભાગોમાં લોકોને શસ્ત્રો ઉપાડવાની ફરજ પાડી હતી.
યુએનના વડાએ લોકશાહી અંગે અવાજ ઉઠાવ્યો
બે વર્ષ પહેલા મ્યાનમારમાં સેનાએ સરકારનો કબ્જો સંભાળ્યો હતો. આ અંગે હવે સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે મ્યાનમારના લોકોની લોકતાંત્રિક આકાંક્ષાઓ માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે.
એન્ટોનિયો ગુટેરેસે મ્યાનમારની સેનાને ચેતવણી આપી છે કે, નાગરિકો અને રાજકીય નેતાઓ પર સૈન્ય દ્વારા આયોજિત ચૂંટણી ક્રેકડાઉન દેશમાં અસ્થિરતા વધારી શકે છે.
યુએનના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે જણાવ્યું હતું કે, સેક્રેટરી-જનરલ મ્યાનમારમાં તમામ પ્રકારની હિંસાની સખત નિંદા કરે છે, કારણ કે તે દેશની સ્થિતિને વધુ ખરાબ કરી રહી છે અને ગંભીર પ્રાદેશિક અસરોને વેગ આપી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
