ઇઝરાયેલમાં લોહીની નદીઓ વહેવડાવવાની તૈયારીમાં મુસ્લિમ દેશો, ચારે બાજુથી ઘેરીને ઇઝરાયેલ ઘાતક હુમલાની તૈયારી
ઇઝરાયેલના ગાઝા પર વળતા હુમલા બાદ મુસ્લિમ દેશો હમાસના સમર્થનમાં આવી રહ્યા છે. અહેવાલોનું માનીએ તો હવે ઇઝરાયેલ પર ચારે તરફથી હુમલા થવા જઈ રહ્યા છે.
દિવસે દિવસે ઈરાન ખુલ્લીને હમાસના સમર્થનમાં આવી રહ્યા છે. હાલમાં જ ઈરાન ટેલિવિઝને ઇઝરાયેલ સામે હુમલાની યોજનાઓ શેર કરે છે.
આ અહેવાલ અનુસાર, ઈરાક અને સીરિયાના શિયા મિલિશિયા, લેબનોનમાંથી હિઝબુલ્લાહ અને યમનમાં હુતી બળવાખોરો એક સાથે હુમલો કરશે. આ હુમલામાં મિસાઈલ ફાયર અને ડ્રોન એટેક સામેલ હશે.

ઈરાનના વડા આયાતુલ્લાહ ખામેનીએ ટીવી પર કહ્યું કે, 'પ્રતિરોધક દળોને કોઈ રોકશે નહીં. ઈરાન દાવો કરે છે કે હુતી બળવાખોરો પાસે 2000 કિલોમીટરની રેન્જવાળી મિસાઈલો છે અને હિઝબુલ્લાહ પાસે અદ્યતન રોકેટ છે, જે તેલ અવીવને નિશાન બનાવવા માટે સક્ષમ છે.
આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઈરાન તરફી ઈરાકી મિલિશિયા ગોલાન હાઈટ્સના સીરિયન ભાગમાં ભેગા થયા છે. જો ગાઝા પર ઇઝરાયેલના હુમલા રોકવાની માંગને નજરઅંદાજ કરવામાં આવશે તો હુમલા જલ્દી શરૂ થશે.
આ પ્લાન બાદ ઇઝરાયેલ પર હુતી દ્વારા ક્રુઝ મિસાઈલ અને ઘણા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જો કે તેને તોડી પડાયા હતા. પેન્ટાગોને કહ્યું, અમે ચોક્કસ કહી શકતા નથી કે આ મિસાઇલો અને ડ્રોન કયા લક્ષ્યોને નિશાન બનાવી રહ્યા હતા, પરંતુ તે યમનથી લાલ સમુદ્રની ઉત્તર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા, સંભવતઃ ઇઝરાયેલ તરફ જઈ રહ્યા હતા.
પેન્ટાગોનના પ્રવક્તા જનરલ પેટ્રિક રાયડરે જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં ઇરાક અને સીરિયામાં અમેરિકી સૈનિકો સામે ડ્રોન હુમલા વચ્ચે યમનમાં ઇરાન તરફી હુતી બળવાખોરો દ્વારા મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવ્યા છે.
આ ઘટનાઓ એ જોખમને રેખાંકિત કરે છે કે ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન જૂથ હમાસ વચ્ચેનો સંઘર્ષ વ્યાપક યુદ્ધમાં પરિણમી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
