વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું 400 વર્ષથી વધુ જૂનું કોરલ, 80 ચક્રવાતનો માર ઝેલ્યા બાદ પણ જીવંત છે
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું 400 વર્ષથી વધુ જૂનું કોરલ, 80 ચક્રવાતનો માર ઝેલ્યા બાદ પણ જીવંત છે
ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડમાં ગ્રેટ બૈરિયર રીફમાં 400 વર્ષથી જૂનું અને અસાધારણ રૂપે મોટું કોરલ મળી આવ્યું છે. ઓસ્ટ્રેલિયાની જેમ્સ કુક યૂનિવર્સિટી મુજબ રીફ પર માપવામાં આવેલ અત્યાર સુધીના કોઈપણ અન્ય કોરલની સરખામણીએ આ લગભગ અઢી મીટર પહોડું છું. એક વિશેષજ્ઞ મુજબ 421થી 438 વર્ષ જૂનું હોય શકે છે. આ કોરલની ખોજ બાદ વૈજ્ઞાનિકો પણ બહુ ખુશ જણાઈ રહ્યા છે.

5.3 મીટર લાંબું અને 10.4 મીટર પહોડું કોરલ
ઓસ્ટ્રેલિયાની જેમ્સ કુક યૂનિવર્સિટીના એડજંક્ટ એસોસિએટ પ્રોફેસર અને રીફ ઈકોલોજિકના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ એડમ સ્મિથે કહ્યું કે આ સમુદ્રી કોરલ જેનું વૈજ્ઞાનિક નામ પોરાઈટ્સ એસપીના નામે ઓળખવામાં આવે છે તેની ખોજ વૈજ્ઞાનિકોએ રીફ ઈકોલોજિક સાથે એક સમુદ્રી નાગરિક વિજ્ઞાન પાઠ્યક્રમમાં ભાગ લેનાર લોકો દ્વારા કરાઈ હતી. તેમણે જણાવ્યું કે આ અર્ધગોળ છે અને 5.3 મીટર લાંબું અને 10.4 મીટર પહોડું છે. આ અત્યાર સુધીના ગ્રેટ બૈરિયર રીફના સૌથી મોટાં કોરલથી 2.4 મીટર પહોડો છે.

80 ચક્રવાતનો માર ઝેલ્યો
આ કોરલની ખોજ ગુલબૂટીના તટ પર કરવામાં આવી હતી. જે ક્વીંસલેન્ડમાં પામ આઈલેન્ડન ગ્રુપનો ભાગ છે. પામ આઈલેન્ડ ગ્રુપનું પારંપરિક સંરક્ષક મનબરા લોકો દ્વારા આને મુગા ઢાંબી નામ આપવામાં આવ્યું છે. ડૉ સ્મિથે જણાવ્યું કે મુગા ધાંબી 80 પ્રમુખ ચક્રવાતોનો સામનો કરી ચૂક્યો છે. જ્યારે અહીં કેટલાય કોરલ બ્લીચિંગ જેવી ઘટનાઓના સંપર્કમાં આવ્યા બાદ પણ બહુ સારી હાલાતમાં છે, જેમાં 70 ટકા જીવંત કોરલ સામેલ છે.

જળવાયુ પરિવર્તનથી સૌથી મોટો ખતરો
આ અઠવાડિયે જર્નલ સાઈન્ટિફિક રિપોર્ટ્સમાં કોરલનું વર્ણન કરવામાં આવ્યું છે. ડૉ સ્મિથે કહ્યું કે રીફ ઈકોલોજિક ટીમ સાથે ગુલબૂટી દ્વીપની ચટ્ટાનો વશે સમયની દેખરેખ, ખોજ અને જ્ઞાન શેર કરવું એક અમૂલ્ય અનુભવ હતો, જે મને સમુદ્રી વિજ્ઞાનની દુનિયામાં ભવિષ્ય ામટે ઉત્સાહિત કરે ચે. હું માનું છું કે ગ્રેટ બૈરિયર રીફ માટે સૌથી મોટો ખતરો જળવાયુ પરિવર્તન છે.

મુંગા ધાંબી જેવા કોરલની સુરક્ષા કરવી જરૂરી
જ્યારે દુર્લભ અને અસામાન્ય રૂપે લચીલા મોટા કોરળની દેખરેખ કરવાની સલાહ આપતા તેમણે કહ્યું કે જળવાયુ પરિવર્તનના નકારાત્મક પ્રભાવોના વધતા ખતરા સાથે પાણીની ગુણવત્તામાં ગિરાવટ, અત્યાધિક માછલી પકડવા અને તટીય વિકાસને કારણે મૂંગા ધાંબી જેવા કોરલની સુરક્ષા કરવી જરૂરી છે. આની સાથે જ તેમણે જણાવ્યું કે મને જણાવતાં ખુશી થઈ રહી છે કે આ રિસર્ચ દરમિયાન અમે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને પણ માપ્યું છે, જે કાર્બન પોઝિટિવ પોલિસીનો ભાગ હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
