રશિયન સેનામાં જોડાયેલા મોરબીના યુવકનું યુક્રેની સેના સામે આત્મસમર્પણ, ડ્રગ્સ કેસમાં હતો રશિયન જેલમાં
મોરબીના એક યુવાને રશિયા-યુક્રેન યુદ્ધના મોરચે યુક્રેનિયન દળો સમક્ષ આત્મસમર્પણ કરીને ગુજરાતમાં ચકચાર જગાવી છે.
અભ્યાસ માટે રશિયા ગયેલા આ યુવાને ડ્રગ્સ કેસમાં સાત વર્ષની જેલની સજામાંથી બચવા રશિયન કાયદાનો લાભ લઈને સેનામાં જોડાયો હતો.

માજોતી સાહિલ મોહંમદ હુસેન નામનો આ યુવાન માત્ર ૨૨ વર્ષનો છે અને મોરબીનો રહેવાસી છે, તે ઉચ્ચ અભ્યાસ માટે રશિયા ગયો હતો.
ત્યાં તેને ડ્રગ્સ સંબંધિત કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો અને સ્થાનિક કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. જેલની સજાથી બચવા માટે સાહિલે રશિયન સેનામાં જોડાવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
રશિયન સેનામાં જોડાયા બાદ માત્ર ૧૬ દિવસની તાલીમ પછી તેને ૧ ઓક્ટોબરના રોજ યુક્રેન સામેના યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવ્યો હતો. જો કે, યુદ્ધમાં માત્ર ત્રણ દિવસમાં જ સાહિલે યુક્રેનિયન સૈનિકો સમક્ષ શસ્ત્રો હેઠા મૂકીને આત્મસમર્પણ કરી દીધું હતું.
યુક્રેનિયન દળોએ આ ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં સાહિલે કબૂલ્યું કે તે જેલમાં રહેવા માંગતો નહોતો અને તેથી સેનામાં જોડાયો હતો, પરંતુ તે કોઈ પણ સંજોગોમાં ત્યાંથી બહાર નીકળવા માંગતો હતો.
આ ઘટનાએ ફરી એકવાર યુક્રેન યુદ્ધમાં રશિયન સેના તરફથી લડી રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને મુક્તિ અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.
આંકડાઓ અનુસાર, સાહિલની જેમ જ ભારતના ૧૨૬ થી વધુ નાગરિકોને રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક એજન્ટોના ફ્રોડનો ભોગ બન્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
