જાણો દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ પુટિનની દિકરીઓ વિષે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન તેમના ખાસ અંદાજ માટે દુનિયાભરમાં જાણીતા છે. અનેક લોકો તેમને આઇડિયલ માને છે. જો કે આમ તો દરેક વાત પર બેખોફ બોલનાર પુટિનને જ્યારે તેમની પર્સનલ લાઇફ વિષે પૂછવામાં આવે છે ત્યારે તે ચુપ્પી સાંધવાનું વધુ પસંદ કરે છે. પણ તેમના રાજનૈતિક જીવનના કારણે તેમની પ્રાઇવેટ લાઇફ વિષે જાણકારી કોઇને કોઇ રીતે બહાર આવતી જ હોય છે. ક્યારેક તેમના લગ્ન તૂટવાની વાત બહાર આવે છે તો ક્યારેક જિમનાસ્ટ જાડે અફેરની ચર્ચામાં. ત્યારે હાલમાં પુટિન એક નવા વિવાદમાં સપડાયા છે. અને આ વખતે આ વિવાદ છે તેમની દિકરીઓને લઇને. એટલું જ નહીં પુટિનની દિકરીઓને લઇને કેટલીક રસપ્રદ માહિતી પણ બહાર આવી છે.
વ્લાદીમિર પુટિનને બે દિકરીઓ છે. 30 વર્ષની મારિયા અને 29 વર્ષની કેટરીનાના. સામાન્ય રીતે તો પુટિન આ દિકરીઓ લાઇમલાઇટથી દૂર રહે છે. પણ હાલમાં એક વિવાદ પુટિનની સાથે સાથે આ લોકોનું પણ નામ બહાર નીકાળ્યું છે. ત્યારે કોણ છે દુનિયાના શક્તિશાળી રાષ્ટ્રપતિની દિકરીઓ, જુઓ તેમની તસવીરો અને તેમનાથી જોડાયેલી કેટલીક ખાસ વાતો આ ફોટોસ્લાઇડરમાં...

રશિયામાં જ રહે છે મારિયા
પુટિનની મોટી પુત્રી મારિયા રશિયામાં જ રહે છે. તે એક બાયોલોજિસ્ટ છે. તેની બેન કેટરીનાના કરતા મારિયા પોતાનામાં જ સિમીત રહે છે.

બિલિયન ડોલર પ્રોજેક્ટની માલિક
રુસના મીડિયા મુજબ પુટિનની નાની દિકરી કેટરીના થેકોનોવા રુસમાં જાહેર કરેલા 1.7 બિલિયન ડોલરના એક પ્રોજેક્ટની માલિક છે. તેના લગ્ન બેંક રોશિયાના માલિકના પુત્ર જોડે થયા છે. તેવું પણ કહેવાય છે કે કેટરીના બે બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે.

મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીની ફેકલ્ટી
પુટિનની દિકરી ડાન્સિંગ ડોલના નામે પણ જાણીતી છે. તે ડાન્સની દિવાની છે. વળી તે મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીની ફેકલ્ટી પણ છે. અને અનેક જાણીતી કોલમ પણ લખે છે. કેટરીના તેની દાદીના નામનો ઉપયોગ કરીને આ લેખ લખે છે.

સ્ટાર કિડ નથી
રાષ્ટ્રપતિ પુટિનનું કહેવું છે કે તેમની દિકરીઓ કોઇ સ્ટાર કિડ નથી. સાથે જ તેમણે કહ્યું કે તેમની દિકરીઓ રાજનીતિ અને વેપારથી દૂર રહે છે. અને પોત પોતાની લાઇફ એન્જોય કરે છે. પુટિનના કહેવા મુજબ તેને તેની બન્ને દિકરીઓ પર માન છે.

દિકરીઓ જોડે વાતો
એપ્રિલ 2014માં રાષ્ટ્રપતિ પુટિનને તેમની પત્ની લ્યૂડમિલા સાથે તલાક લીધા હતા. આ જ વર્ષે તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મહિનામાં ખાલે એક કે બે વાર તેમની પુત્રીઓને મળી શકે છે. કારણ કે તેમનું શિડ્યૂલ ખૂબ જ વ્યસ્ત હોય છે.

રશિયામાં જ ભણતર
પુટિનના કહેવા મુજબ તેમની બન્ને દિકરીઓએ રશિયામાં જ પોતાનું ભણતર પુરું કર્યું છે. યુક્રેન સંકટ દરમિયાન મલેશિયામાં એક પેસેન્જર જેટ હાદસા બાદ મારિયાએ નેધરલેન્ડ સ્થિત પોતાનું ઘર છોડી રશિયા આવી હતી.

પુટિન કહ્યું વધુ નહીં કહું
રાષ્ટ્રપતિ પુટિને કહ્યું કે તેમની બન્ને દિકરીઓ ત્રણ યુરોપીયન ભાષાઓમાં નિપૂર્ણ છે જો કે તેમણે એ પણ કહ્યું કે સુરક્ષા કારણોના લીધે તે આ વિષે વધુ વાત કે જાણકારી નહીં આપી શકે.

કેટરીના મળે છે મદદ
પુટિનની પુત્રી કેટરીનાના પ્રોજેક્ટને સરકાર તરફથી મદદ મળવાનો આરોપ પણ પુટિન પર લાગી ચૂક્યો છે જો કે પુટિન આ તમામ વાતોને નકારે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
