ઈરાકઃ કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 39ના મોત, 20 ઘાયલ
ઈરાકના દક્ષિણી શહેર નાસીરિયામાં સ્થિત કોરોના હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે.
સીરિયાઃ ઈરાકના દક્ષિણી શહેર નાસીરિયામાં સ્થિત કોરોના હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આ દૂર્ઘટનામાં લગભગ 39 લોકોના માર્યા ગયાના સમાચાર છે જ્યારે 20 લોકો આમાં ઘાયલ થઈ ગયા છે. ઈરાકના આરોગ્ય અધિકારીઓ અને પોલિસે જણાવ્યુ કે હોસ્પિટલમાં મૃતકોના શબ બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘણા દર્દીઓને હોસ્પિટલમાં ધૂમાડો ભરાઈ જવાના કારણે ખાંસની ફરિયાદ થઈ રહી છે. અલ હુસેન કોરોના વાયરસ હોસ્પિટલમાં આગ પર નિયંત્રણ મેળવ્યા બાદ સર્ચ ઑપરેશન ચાલુ છે.

હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં ઘણા દર્દી અંદર જ ફસાઈ ગયા. રાહત અને બચાવ ટીમને તેમના સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પ્રારંભિક પોલિસ રિપોર્ટ અનુસાર હોસ્પિટલમાં ઑક્સિજન ટેન્કમાં વિસ્ફોટક થયો હતો જેના કારણે આગ લાગી ગઈ છે. સૂત્રો અનુસાર હોસ્પિટલમાં આગ લાગવાથી મરનારની સંખ્યામાં વધારો થઈ શકે છે, હજુ પણ ઘણા દર્દીઓ ગુમ છે. આ દૂર્ઘટનામાં બે આરોગ્યકર્મીઓના પણ મોત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા એપ્રિલ મહિનામાં પણ ઈરાકની એક કોવિડ હોસ્પિટલમાં ઑક્સિજન ટેન્કમાં વિસ્ફોટ થયો હતો જેના કારણે આગ લાગી ગઈ હતી.
આ ઘટના બગદાદમાં થઈ હતી જેમાં 82 લોકોના મોત થઈ ગયા હતા જ્યારે 110 લોકો આ દૂર્ઘટનામાં ઘાયલ થયા હતા. ઈરાક પહેલા યુદ્ધની માર સહની કરી રહ્યુ છે એવામાં અહીંની હેલ્થ કેર સિસ્ટમ ખરાબ રીતે કથળી ગઈ છે. લોકોને કોરોનાથી પોતાનો જીવ બચાવવો મુશ્કેલ થઈ રહ્યો છે. અત્યાર સુધી ઈરાકમાં 17592 લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે જ્યારે 1.438 મિલિયન લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
